આજનું 25 જૂન મંગળવાર રાશિફળ, જાણો શું કહે છે તમારા સિતારાઓ….

Published on Trishul News at 11:44 AM, Tue, 25 June 2019

Last modified on June 25th, 2019 at 11:44 AM

કુંભ , મકર , મીન..

ભાગ્ય તમારી સાથે છે. રોકાયેલા કાર્યો ને આગળ વધારવામાં ખૂબ મદદ મળશે. પરાક્રમ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે , કામ કરવામાં મન લાગશે અને મહેનત પ્રમાણે પરિણામ પણ આવશે. આ સમયે પૂરા મનથી કરવામાં આવેલું કોઇપણ કાર્યનું પરિણામ અવશ્ય આવશે. શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરનારા વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલીઓ આવી શકે છે. જીવનસાથી સાથે વ્યવહાર ઉચિત રાખવો.

મેષ, વૃષભ , મિથુન..

કોઈ હરીફાઈમાં ભાગ લેવા વાળા માટે આ દિવસ મિશ્રિત પરિણામ આપી શકે છે. ધંધાકીય કાર્યોમાં કેટલાક બિનજરૂરી તણાવ ઉત્પન્ન થશે જેના કારણે તમારું મન થોડું વિચલિત થઈ શકે છે. કોઈપણ પ્રકારના ધંધાકીય નિર્ણયો જેમાં આર્થિક જોખમો શામેલ હોય તેના માટે આ સમય યોગ્ય નથી. પ્રેમ કરવાવાળા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. પરંતુ કોઇપણ નિર્ણય આવેશમાં આવીને ન લો.

કર્ક , સિંહ , કન્યા..

તમારા સ્વાસ્થ્યને લઈને સર્તકતા રાખો. વધતા પ્રેમસંબંધોમાં ગલતફેમી ન આવવા દો. જો તમારો સ્વભાવ વધારે મોજ મસ્તી કરવાનું છે તો સાવધાન રહો નહીંતર કોઈ સ્કેન્ડલમાં ફસાઈ શકો છો. વ્યવસાય ના સંદર્ભમાં કેટલા ગુપ્ત શત્રુ હેરાન કરશે. કેટલી સમસ્યા અને વિવાદનું સમાધાન લાવવામાં વધારે પૈસા ખર્ચ થઈ શકે છે. વેપારીઓ માટે અચાનક અને ન દેખાતા ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.

તુલા , વૃશ્ચિક , ધન..

તમારે તમારી કાર્યશૈલી માં કેટલા પરિવર્તન કરવા પડશે જેના કારણે તમારા કામ પ્રભાવિત થશે. તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો અને તમારા કરેલા કેટલાક કાર્યોનું શ્રેય તમને નહીં મળે. હાલ તો બદનામી મળી શકે છે. ખરાબ કાર્યોનું પરિણામ આ સમયે કેટલાય ગણું વધારે વિપરીત હશે. આથી તમારે તમારા કાર્યોને લઇને સતર્કતા રાખવી પડશે અથવા તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પૈસાનો ખર્ચ થવાની સંભાવના છે. શિક્ષણની હરીફાઈઓ માટે આ સમય અનુકૂળ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "આજનું 25 જૂન મંગળવાર રાશિફળ, જાણો શું કહે છે તમારા સિતારાઓ…."

Leave a comment

Your email address will not be published.


*