મૂળાની સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર

Muli Health Benifits: બજારમાં મૂળા આવવા લાગ્યા છે. સલાડથી લઇને બીજી અનેક પ્રકારની વાનગીઓમાં તમે મૂળાનો ઉપયોગ કરી શકો છો. ઠંડીની સિઝનમાં ગરમા-ગરમ મૂળાના પરાઠાથી દિવસની શરૂઆત કરો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. મૂળામાં (Muli Health Benifits) ફોલિક એસિડ, વિટામીન સી, કેલ્શિયમ અને આયરન જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આ સાથે મૂળા એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે જે તમને અનેક પ્રકારની બીમારીઓમાંથી બચાવે છે.

પરંતુ શું તમે જાણો છો મૂળાની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી હેલ્થને નુકસાન થાય છે? આ સાઇડ ઇફેક્ટ્સ વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે. તો જાણો મૂળા સાથે કઇ વસ્તુઓનું સેવન કરવાથી હેલ્થને નુકસાન થાય છે.

મૂળા સાથે આ વસ્તુઓ ખાવાનું ટાળો
લોકો સલાડમાં ઘણી વાર લોકો કાકડીની સાથે મૂળા એડ કરતા હોય છે. પરંતુ આ ફૂડ કોમ્બિનેશન ફાયદાની જગ્યાએ તમારા શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આમ, તમે પણ કાકડીની સાથે મૂળા સમારીને ખાઓ છો તો હવેથી બંધ કરી દેજો. મૂળાની તાસીર ગરમ હોય છે જેના કારણે આ વાતાવરણમાં ખાવાથી અનેક ઘણો ફાયદો થાય છે. પરંતુ તમે સાંજના સમયે સેવન કરો છો તો તાસીર ઠંડી થઇ જાય છે. આ માટે બપોર પછી મૂળા ખાવા જોઇએ નહીં.

મૂળા અને દૂધ સાથે ન લો
લંચમાં તમે કોઇ પણ રીતે મૂળાનું સેવન કરો છો તો એ પછી દૂધ પીવાનું ટાળો. દૂધ અને મૂળ હંમેશા એકબીજાથી દૂર રાખવા જોઇએ. તમે મૂળાનું સેવન કર્યા પછી દૂધ પીઓ છો તો રેશિશની સમસ્યા થઇ શકે છે. આ સાથે સ્કિન પણ ખરાબ થાય છે. આ માટે ધ્યાન રાખો કે મૂળાનું શાક તેમજ પરાઠા જેવી બીજી વાનગીઓ સાથે દૂધ પીવાનું ટાળો.

ખાટા ફળો સાથે મૂળાનું સેવન ન કરો
સંતરા તેમજ એનો જ્યૂસ પીધા પછી ક્યારેય મૂળાનું સેવન કરશો નહીં. મૂળા અને સંતરાનું સેવન સાથે કરવાથી પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ થઇ શકે છે.

કારેલા અને મૂળા
જો તમે મૂળા અને કારેલાનું એકસાથે કોઈ પણ રીતે સેવન કરતા હોવ તો સચેત થઇ જજો. કારણ તે આ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. હકીકતમાં આ બંનેમાં રહેલા કુદરતી તત્વો એકબીજા સાથે રિએક્ટર કરી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.જેને પગલે તમને શ્વાસ લેવામાં તકલીફ સાથે જ હૃદય માટે પણ ખતરારૂપ છે.

મૂળા ખાધા પછી ચા ન પીવી જોઇએ
ચા અને મૂળાનું મિશ્રણ અત્યંત જોખમી છે. કારણ કે તેનાથી કબજિયાત અને એસિડિટી થઈ શકે છે. મૂળો, પ્રકૃતિમાં ઠંડા હોવાને કારણે અને ચા પ્રકૃતિમાં ગરમ ​​હોવાનું કહેવાય છે, અને બંને એકબીજાના વિરૂદ્ધ ગુણો ધરાવે છે.