Physical Relationship: STIs (Sexually Transmitted Infections) કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ, બેક્ટેરિયા, વાયરસ એક અન્ય મૈક્રોબ્સથી ઇન્ફેક્શન છે, જે સેક્સના માધ્યમથી ફેલાય છે. આ રોગોમાં એચઆઈવી, ગોનોરિયા, ક્લેમીડિયા, સિફિલિસ, જનનેન્દ્રિય રિંગવોર્મ્સ, એચવીપી અને ટ્રાઇકોમોનિઆસિસનો સમાવેશ થાય છે. આ રોગોમાં ઘણી વાર ખુબ ભયંકર સાબિત થાય છે, જેમાં વ્યક્તિનો જીવ (Physical Relationship) પણ જઈ શકે છે. એટલા માટે આ સંક્રમણથી બચવું ખુબ જરૂરી છે. તો ચાલો જાણીએ STI ના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો.
રોગની તપાસ કરાવી જોઈએ
કેટલીકવાર તમે અથવા તમારા જાતીય સાથીને કોઈ લક્ષણો દેખાયા વગર પણ જાતીય રોગનો ચેપ લાગી શક્યો હોવાની શક્યતા છે. કોઈને ફક્ત જોવાથીજ તેમને જાતીય રોગ થયો છે કે નઈ એ કહી શકાતું નથી. ઉત્તમ રસ્તો એ છે કે તમે તમારા જાતીય સાથી જોડે છેલ્લે તમે જાતીય રોગની તપાસ કરાવી હોય અથવા તમે બને સાથે તાપસ કરવા જવા વિશેની ચર્ચા કરો.
STIs ના લક્ષણો
પ્રાઈવેટ પાર્ટ્સમાં ખંજવાળ, બળતરા અથવા દુખાવો, સામાન્ય યોનિમાર્ગ ડિસ્ચાર્જ પીરિયડ્સ દરમિયાન અસામાન્ય બ્લીડીંગ, સેક્સ કરતી વખતે દુખાવો થાય, પેશાબ કરતી વખતે બળતરા થાય, તાવ આવે, થાક લાગે અને સોજો લસિકા ગાંઠો થવા લાગે છે ત્યારે જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
STIs થી બચવા શું કરવું?
સલામત સેક્સ કરવું
સેક્સ દરમિયાન હંમેશા કોન્ડોમનો ઉપયોગ કરવો.
કોન્ડોમ મોટાભાગના STI ને રોકવામાં અસરકારક છે, પરંતુ તેની પણ 100% રક્ષણની ગેરંટી નથી.
ઓરલ સેક્સ સમયે પણ કોન્ડોમનો ઉપયોગ કરવો.
જો તમે કોઈ નવા પાર્ટનર સાથે સેક્સ કરો છો તો તેમની સાથે તેમની સેક્સ્યુઅલ હેલ્થ વિશે વાત કરાવી.
નિયમિત ચેકઅપ કરાવવું
નિયમિત ચેકઅપ કરાવવાથી STIsની સર્વરમાં મદદ મળે છે.
જો તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો તો વર્ષમાં ઓછામાં ઓછુ એક વાર તો ચેકઅપ કરાવવું.
જો તમે કોઈ નવા પાર્ટનર સાથે સેક્સ બાદ STIsના કોઈ લક્ષણ દેખાય તો તરતડૉક્ટરનો સંપર્ક કરવો.
યોગ્ય સારવાર લેવી જરૂરી
અમુક STIs માટે રસીઓ છે, જેવા કે એચપીવી અને હીપેટાઇટિસ બી.
જો તમે સેક્સ્યુઅલી એક્ટીવ છો તો તમારા ડૉક્ટરને પૂછવું કે શું તમને આ રસી ની જરૂર છે.
હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી
હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાથી રોગપ્રતિકારક તંત્ર મજબૂત બને છે, જેથી તમને STIsથી બચવામાં મદદ મળે છે.
નિયમિત એકસરસાઈઝ કરાવી, હેલ્ધી ડાયટ લેવી અને પૂરતી ઊંઘ લેવી.
વાત કરવી
પોતાના પાર્ટનર સાથે ખુલીને એક બીજાની સેક્સ્યુઅલ હેલ્થ વિશે વાત કરવી. જેથી તમને STIsથી બચવામાં મદદ મળે.
જો તમને આ લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ દેખાય છે તો તમને STIs થઈ શકે છે. ત્યારે શરમાવું નહીં અને વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો. જેથી ઇન્ફેકશનને વધતું અટકાવી શકાય.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App