30 ઓક્ટોબરનાં રોજ શરદ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વને બહુ જ મહત્વ તેમજ પવિત્ર પણ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, જો આ દિવસે ઘણા ઉપાય કરવામાં આવે તો દેવામાંથી મુક્તિ મળી શકે છે. આજે અમે તમને શરદ પૂર્ણિમાનાં દિવસે દેવામાંથી મુક્તિ મેળવવાનાં ઉપાય વિશે જણાવવા જઈએ છીએ.
દેવામાંથી મુક્તિ મેળવવા માટેનાં ઉપાય – સૌથી પહેલા તમારે ચાર લવિંગ લેવાનાં રહેશે. તેમજ એક લાલ કાપડ લો. પૂજા કરતી વખતે મહાલક્ષ્મી તેમજ કુબેરજીનું ધ્યાન કરો. પૂજા રૂમમાં બેસીને દેશી ઘીનો દીવો કરો. ત્યાર બાદ તેમાં બે લવિંગ નાંખો. બાકીનાં બે લવિંગને લાલ કપડાની અંદર બાંધો. તેમજ તેને મહાલક્ષ્મીનાં સ્વરૂપ તરીકે ધ્યાનમાં લો તેમજ તે લાલ કાપડને તમારી તિજોરીમાં મૂકી દયો. આમ કરવાથી તમારા તમામ દુઃખ ખતમ થઈ જશે.
આ કરતી વખતે તમારે બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમાંથી પ્રથમ એ છે કે, ‘ઉપાય કરતી વખતે તમારે તેનાં અંગે કોઈને કહેવાની નથી’. બીજું એ છે કે, ‘તમારે તમારા મનમાં ઉપાય પ્રત્યે સાચી શ્રદ્ધા રાખવી પડશે.’ જો તમે આ ઉપાય સરખી રીતે નહીં કરો તો આ ઉપાય કામ નહીં કરે.
અમિર બનવાનાં ઉપાય- આ માટે ઈશાન ખૂણામાં ગુલાબી કમળ ઉપર બેઠેલા માતા લક્ષ્મીની પૂજા કરો. પૂજાની માટે બે દીવડા પ્રગટાવો. તેમજ ખાસ એ વાત ધ્યાનમાં રાખો કે, દીવો ગાયનાં ઘીનો જ હોવો જોઈએ. તેને તમારી જમણી તરફ રાખો. તે બાદ, મગફળીનાં તેલનો દીવો પ્રગટાવો તેમજ તેને તમારી ડાબી તરફ રાખો. એ પણ ધ્યાનમાં રાખો કે, દીવાની જ્યોત લાલ થ્રેડની વાટની સાથે તૈયાર થવી જોઈએ. હાલ લક્ષ્મીની પૂજા કર્યા બાદ હાથમાં ઘીનો દીવો તેમજ ચંદ્ર બાજુ જુઓ તેમજ મા લક્ષ્મીજીને પ્રાર્થના કરો. આ બાદ તેને માં લક્ષ્મીજીની પાસે રાખો. એ પણ ધ્યાનમાં રાખો કે, દીવો આગમાં રાખવો જોઈએ જેની મદદથી તમે જલ્દી અમીર બની શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle