નવરાત્રી આવે એ પહેલા જ કરી લો આ કામ, પ્રાપ્ત થશે દુર્ગા માતાની અસીમ કૃપા

Shardiya Navratri 2024: નવરાત્રીનું મહાપર્વ ત્રણ ઓક્ટોબર 2024 થી શરૂ થવા જઈ રહ્યું છે. 11 ઓક્ટોબરના રોજ નવમી તિથિ છે અને તેના આગલા દિવસે 12 ઓક્ટોબરના રોજ દશેરો ઉજવવામાં આવશે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દુર્ગા માતાના નવ રૂપોની (Shardiya Navratri 2024) પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રી ની રાહ ગુજરાતીઓ આતુરતાથી જોતા હોય છે. તેમાં દુર્ગા માતાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે, ગરબીની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના તહેવાર દરમિયાન ઘરમાં દુર્ગા માતાનું આહવાન કરતા પહેલા શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ કેટલાક કાર્યો જરૂર સંપન્ન કરી લો.

ઘરમાંથી હટાવી દો અશુદ્ધ ચીજ વસ્તુઓ
નવરાત્રી આવતા પહેલા ઘરની સારી રીતે સાફ-સફાઈ કરો. ઘરમાંથી માસ-મદિરા, લસણ-ડુંગળી જેવી અશુદ્ધ ચીજ વસ્તુઓ હટાવી દો. જે ઘરમાં ગરબીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. આમ ન કરવાથી અંબે માતાના કુરાજીપાથી જીવનમાં મુશ્કેલી આવે છે.

તૂટેલી-ફૂટેલી ચીજ વસ્તુઓ
ઘરમાંથી તૂટેલા વાસણો અને જૂના ફાટેલા કપડાઓને બહાર ફેંકી દો. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા વધારે છે. જેનાથી ઘરમાં તણાવ, બીમારી, ગરીબી અને દુઃખ વધે છે. અંબે માતા સ્વચ્છ સુઘડ સ્થળે જ વાસ કરે છે.

મંદિરમાંથી દૂર કરો આવી મૂર્તિઓ
નવરાત્રી આવે પહેલા ઘરના મંદિરની સારી રીતે સાફ-સફાઈ કરી લો. જો મંદિરમાં કોઈ મૂર્તિ ખંડિત થયેલી હોય તો તેને સન્માન સાથે વહેતા પાણીમાં વિસર્જિત કરી દો. તેના સ્થાને નવી મૂર્તિઓ પધરાવો.

માચીસની સળગી ગયેલી દીવાસળીઓ
ઘણા લોકોને આદત હોય છે કે ઘર મંદિરમાં જ સળગી ગયેલી માચીસની દીવાસળીઓ તેમજ અગરબત્તીઓ રાખે છે. આવું કદી ના કરો. આમ કરવાથી દેવી-દેવતા નારાજ થાય છે. આવી ચીજ વસ્તુઓને ભેગી કરી વહેતા પાણીમાં વિસર્જિત કરી દો.