જો કોઈની અંતિમયાત્રા દેખાય તો કરો આ કામ, દરેક મનોકામનાઓ થશે પૂર્ણ

જન્મ અને મૃત્યુ એ બંન્ને એવા અધ્યાય છે જે એકબીજા સાથે પૂરી રીતે નિર્ભર છે.અન્ય કઈ સત્ય હોય કે ના હોય પણ જીવનના આ બે સત્ય એવા છે જેને કોઇપણ પરિસ્થિતિમાં ટાળી નથી શકાતા.આપણે સૌ જાણીએ છીએ કે જેને જન્મ લીધો છે તેની એકદિવસ તો મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ બાદ આત્માનો પુનર્જન્મ લેવો પણ એટલો જ સત્ય છે.

કદાચ તમે જોયું હશે કે જ્યારે પણ રસ્તા પર કોઈ અંતિમયાત્રા નીકળે છે ત્યારે રસ્તામાં રહેલા દરેક વ્યક્તિ અંતિમયાત્રા ને જોઇને શિવ શિવના નામનો ઉચ્ચાર કરે છે અને પ્રણામ કરે છે.શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે મૃત વ્યકિતએ શરીર છોડયું છે તે પોતાની સાથે તેના શબ ને પ્રણામ કરતા વ્યક્તિના તમામ દુખો અને અશુભ લક્ષણોને સાથે લઈ જાય છે.

આપણે ધણીવાર જોયું જ હશે કે જ્યારે કોઈ વ્યક્તિની અંતિમયાત્રા જતી હોય ત્યારે એ થોડીવાર માટે એક જગ્યા પર રોકાય છે અને ત્યારે લોકો ઇશ્વરને મૃત વ્યક્તિના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે.આ હિન્દુ ધર્મનો એક મુખ્ય નિયમ છે જેના અનુસાર શવ યાત્રાને જોયા બાદ મૃત વ્યક્તિના આત્માની શાંતિ માટે પ્રાર્થના જરૂર કરવી જોઇએ,આવું કરવાથી મૃતિ વ્યક્તિની આત્માને જરૂરથી શાંતિ મળે છે.

આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં અંતિમયાત્રાના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.એવુ માનવામાં આવે છે કે જો કોઇપણ વ્યક્તિના શવયાત્રાના દર્શન થાય છે તો તેના અટવાયેલા દરેક કાર્યો પૂર્ણ થઇ જાય છે અને તેના જીવનના તમામ દુખ દૂર થઇ જાય છે તથા તેની તમામ મનોકામનાઓપણ પૂર્ણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *