સવારમાં જાગીને કરો આ 3 કામ, 7 દિવસમાં ધડાધડ ઘટશે વજન – જાણો અહીં

જાડિયા થવું કોને ગમે? એક તો બેડોળ દેખાવ અને અનેક બીમારીઓનું કારણ બનતી સ્થૂળતાને અટકાવવા આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ. જો કે કેટલાક કિસ્સાઓમાં અનેક પ્રયત્નો છતાં વજનમાં જોઈતો ફેર પડતો નથી ત્યારે માણસ હતાશ થઈ જાય છે. આ માટે સૌપ્રથમ ખાનપાનમાં નિયંત્રણ, યોગ્ય સમયે નાસ્તો કરવો, કસરત અને યોગ વગેરેનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે અમે તમને ત્રણ એવાં કામ કરવાના કહીશું જેથી તમારું વજન સાત દિવસમાં ઘટવા લાગશે.

સવારે પીવો પાણી

સવારે ઉઠીને પાણી પીવું અનેક રીતે લાભદાયી છે. એનાથી શરીરના ઝેરી પદાર્થો બહાર નીકળે છે અને શરીરને ઉર્જા મળે છે. શક્ય હોય તો નવશેકુ પાણી પીવું. રોજે સવારે હુ્ંફાળા ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી આંતરડામાં જામેલો મેલ બહાર નીકળવા લાગે છે અને અંદરના અંગો ફરી સરસ રીતે એક્ટિવ થઇ જાય છે. શરીરનો મેટાબોલિક રેટ વધી જવાથી ખોરાક સારી રીતે પચે છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે અને વજન ઉતરવામાં મદદ મળે છે.

સવારે ઉઠીને વાર્મ અપ, જોગિંગ અને કસરત કરો

પાણી પીધા પછી વાર્મ અપ, જોગિંગ અને કસરત કરો. આમાં જરાય આળસ ના કરશો. સવારની સારી શરૂઆત માટે મોર્નિંગ વૉક બેસ્ટ છે. સવારે ચાલવું એ જિમમાં અડધો કલાકની કસરત સમાન છે. એકથી દોઢ કિલોમીટર જોગિંગ શરીરની ઘણી કેલરી બર્ન કરે છે. જોનાથી બ્લડસર્ક્યુલેશન અને ઓક્સિજનનું પપિંગ પણ સારું થાય છે.

સમયસર નાસ્તો કરવો

નાસ્તો, લંચ અને ડિનરના ટાઈમ નક્કી હોવા જોઈએ. માની લો કે તમે રાતે 9 વાગે જમો અને સવારે 9 વાગે નાસ્તો કરો તો વચ્ચે 12 કલાકનો ગેપ થઈ ગયો. તેથી નાસ્તામાં વધારે મોડું ના કરવું જોઇએ. એક વાત સમજી લો કે જેટલો મોડા નાસ્તો કરશો તમારી સ્થૂળતા એટલી ઝડપથી વધશે. ભારતીય પરંપરામાં સવારના નાસ્તાને બહુ અગત્યનો ગણાવ્યો છે.

બ્રેકફાસ્ટ ના કરવાથી શરીરમાં ફેટ વધે છે અને કેલરીઝ જમા થવા લાગે છે. તેતી વજન ઘટાડવા ઇચ્છતા લોકો સવારે વહેલા નાસ્તો કરવો જોઈએ. અન્યથા તમારું મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે અને શરીરમાં બિનજરૂરી ચરબીના થર થવા લાગે છે. તેથી નાસ્તો યોગ્ય સમયે અચુક કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *