હાર્દિક પટેલની “આપ” માં એન્ટ્રી કરાવવા આ પૂર્વ પાસ કન્વીનર કરશે કેજરીવાલ સાથે મીટીંગ, જાણો વિગતે

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ હવે અન્ય રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટી પગ પેસારો કરવાની ફીરાકમાં છે. આમ આદમી પાર્ટી રાજકોટ…

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ હવે અન્ય રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટી પગ પેસારો કરવાની ફીરાકમાં છે. આમ આદમી પાર્ટી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના મહાનગરોમાં રાજકારણના અનુભવી ચહેરાઓની શોધખોળ કરી રહી છે. પાટીદાર આંદોલન સમયથી અરવિંદ કેજરીવાલના વિચારો અને કામગીરીથી પ્રભાવિત હાર્દિક પટેલનું નામ પણ સામેલ છે, ત્યારે હાર્દિક સહિતના પાસના નેતાઓ સાથે સંપર્ક કરીને તેમની સાથે બેઠકો કરી ‘આમ આદમી પાર્ટી’નું એક યુવા સંગઠન ઉભું કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ આંદોલન સમયથી હાર્દિક પટેલ સાથે પહેલેથી સીધી વાતચીત કરી રહ્યા હોવાનું ઘણી વખત બહાર આવ્યું છે અને ૨૦૧૭ પહેલા હાર્દિકે પણ ઘણી વખત કેજરીવાલ ને પરિપક્વ અને સારા નેતા ગણાવ્યા છે.

આપ પ્રવક્તા યોગેશ જાદવાણી એ Trishul ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં ગોપાલ રાય ગુજરાત આવે તે પહેલા PAASના પૂર્વ નેતા દિનેશ બાંભણીયા ની મુલાકાત CM કેજરીવાલ સાથે થવાની શક્યતા છે. અને આ મુલાકાત બાદ ગુજરાતની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા બાદ ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનના નેતાઓ સાથે પણ વાતચીત થશે. ગુજરાતમાં વિરોધપક્ષ જેવું કશું અસ્તિત્વમાં નથી ત્યારે ગુજરાતની જનતાને ભાજપ સામે મજબુત વિપક્ષ આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. દિલ્હી મોડેલ અનુસાર રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવવાની વિચારણા પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયા વચ્ચે જાહેરમાં ભલે વિરોધાભાસ હોય પરંતુ ભાજપ સામેની લડાઈમાં બન્ને એક સાથે જોવા મળતા હોય છે.

AAP દ્વારા જીલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં લોકોને ભાજપ, કોંગ્રેસ સિવાયનો વિકલ્પ આપીને રાજનીતિ બદલવાની વિચારણા કરી રહેલા આપ ના નેતાઓ ને આંદોલનકારી નેતાઓ અને ભાજપ કોંગ્રેસ સિવાયનો વિકલ્પ શોધી રહેલા આગેવાનો ફાયદો પહોચાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નીતિન પટેલ દ્વારા ભાજપમાં મને એકલો પાડી દેવામાં આવ્યો છે તેવું નિવેદન કરાતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે આમ આદમી પાર્ટીની ગુજરાત એન્ટ્રી થી કઈક નવાજુની થશે તેના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે હાર્દિક પટેલ હાલ તો કોર્ટ કચેરીના ચક્કરમાં એકલો પડી ગયો છે અને કોંગ્રેસના નેતાઓએ પણ તેના માટે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. આગામી સમયમાં હાર્દિક પટેલ ને તેના તકલીફના સમયમાં કોંગ્રેસના નેતાઓએ બનાવેલી દુરી આમ આદમી પાર્ટી તરફ નજદીકી વધારશે કે નહી તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *