શું તમને પણ વારંવાર ઓડકાર આવે છે? તો આ લેખ ખાસ વાંચજો!

ઓડકાર આવવાનાં 2 કારણ હોય છે. જમવાના સમયે અથવા કંઇ પણ ખાતી વખતે કે પાણી પીતી વખતે અધિક હવાનું શરીર પ્રવેશવાના લીધે ઓડકાર આવે છે. જે સ્થિતિ અસહજ હોય છે. બીજું કારણ એ છે કે, પાચન બરાબર ન થયું હોય તો અપચાની સ્થિતિમાં પણ ઓડકાર આવે છે.

ફુદીના…
ફુદીનાની એન્ટી સ્પેજ્મોડિક પ્રોપર્ટી તમારા પાચનતંત્રને આરામ આપે છે. જેનાં લીધે પેટમાં ગેસ બનવાની પ્રક્રિયા ધીમી પડે છે. આની સાથે જ ફુદીનાથી પાચનતંત્ર સારું રહે છે. ઓડકારથી છૂટકારો મેળવવા એક ચમચી ફુદીનાનાં સૂકા પાન લ્યો. ફુદીનાનાં પાનને ગરમ પાણીમાં ભેળવી દો. 10 મિનિટ પછી આ મિશ્રણને ગાળી લો. દિવસમાં 2 થી 3 વખત પીવાથી ઓડકારથી રાહત મળી શકે છે.

દહીં…
દહીં એ એક પ્રોબાયોટિક ફૂડ છે. દહીં પેટમાં પ્રાકૃતિક રીતે મોજૂદ ગટ બેક્ટરિયાનાં સંતુલનને યથાવત રાખવામાં મદદરૂપ બને છે. ગટ બેકટરિયાનાં અસંતુલન દ્વારા પેટમાં ગેસ થવો તેમજ ઓડકાર જેવી સમસ્યા પેદા થાય છે. પ્રોબાયોટિક ફૂડ દ્વારા પાચન સંબંધી અલગ અલગ સમસ્યા સારી થાય છે. ડાયરિયા, કબજિયાત, પેટફુલવું, જેવી ઘણી સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
ઓડકારની સમસ્યા કે અપચો તેમજ ગેસની મુશ્કેલીઓ થતી હોય તો રોજીંદા ભોજનમાં દહીંનો સમાવેશ કરો.

કમોમાઈલ…
કેમોમાઈલ ટી પીવાથી પેટમાં થતો ગેસ ઓછો થાય છે તેમજ તમને ઓડકારથી રાહત મળે છે. ગેસનાં લીધે તેમજ અપચાનાં લીધે પેટ દર્દ થતું હોય તો તેનાંથી પણ રાહત મેળવી શકાય છે. જો ઓડકારની મુશ્કેલી વધારે હોય તો તમે 2 થી 3 કપ કેમોમાઈલ ટી પીઈ શકો છો.

ઇલાયચી…
ઇલાયચીથી પેટમાં ડાઈજેસ્ટિવ જૂસ બનાવાની પ્રક્રિયા ઝડપી બને છે. ઈલાયચી ગેસ બનાવાની શક્યતાને પણ ઓછી કરે છે. ઈલાયચીનો ગુણધર્મ પાચનમાં મદદરૂપ બને છે. આની સાથે જ પેટ ફુલવા જેવી સમસ્યાથી પણ રાહત મેળવી શકાય છે. ઓડકાર તેમજ અપચાની સમસ્યાથી રાહત મેળવવા માટે મુખવાસની જેમ જ ઇલાયચીને ચાવો. ૨ થી 3 ઇલાયચી ચાવવાથી ઘણી રાહત મળશે.

વરિયાળી…
ગેસ થવો, પેટ ફુલવું, અપચો, એસિડિટી, ઓડકાર આ બધી મુશ્કેલીમાં વરિયાળી અકસીર ઉપાય છે. શેકેલી વરિયાળીનું જમ્યા પછી કે ગેસની સમસ્યામાં ખાવાથી અપચો, ઓડડકાર, ગેસની બધી જ સમસ્યામાં રાહત મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *