શું તમારે પણ બનવું છે ધનવાન, તો રોજના માત્ર 50 રૂપિયાની બચત કરીને 10 લાખ રૂપિયાના બનો માલિક

શું દરરોજ 50 અથવા 100 રૂપિયા બચત કરીને કોઈ મોટી રકમની બચત થઈ શકે છે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે, તો ચાલો તમને જણાવીએ કે તમે થોડી બચત કરીને કેવી રીતે મોટું ભંડોળ ઉભું કરી શકો છો. ઓછું રોકાણ કરીને વધારે કમાવવા માટે ફક્ત એક જ વસ્તુ જરૂરી છે અને તે છે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું. આજે અમે તમને આવી જ એક યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એકદમ ઓછી રકમ દ્વારા તમે સરળતાથી મોટી રકમનું રોકાણ કરી શકો છો. નાની બચત કરવા માટે તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (PPF)માં રોકાણ કરી શકો છો.

દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે, તેનું ભવિષ્ય નાણાકિય રૂપે સુરક્ષિત રહે, પરંતુ આ માટે બચત કરવી સરળ નથી હોતી. ઘણીવાર એવું થતું હોય છે કે, બચત કરવા માટે કોઇ સારો વિકલ્પ શોધવો પણ એક સમસ્યા બની જતી હોય છે. આજે અમે તમને એક આવ અજ વિકલ્પ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે રોજના માત્ર 50 રૂપિયા બચાવીને પણ 10 લાખ રૂપિયા મેળવી શકો છો.

લાંબા સમય માટે ઓછું રોકાણ કરીને બહુ સારું રિટર્ન મેળવવા માટે મ્યૂચુઅલ ફંડ સૌથી સારો વિકલ્પ ગણાય છે. જેમાં સરી વાત એ છે કે, રોજના માત્ર 50 રૂપિયાનું રોકાણ કરવાનું હોવાથી, વધારે આર્થિક ભારણ પણ નથી રહેતું અને બધા ખર્ચ બાદ પણ સરળતાથી બચત થઈ શકે છે. અહીં જુઓ, કેવી રીતે કરવી આ બચત.

તમે પણ આ રીતે બની શકો છો 10 લાખ રૂપિયાના માલિક

જો તમે રોજના 50 રૂપિયાની બચત કરો તો, મહિનાના 1500 રૂપિયાની બચત થાય. આ માટે મ્યૂચ્યુઅલ ફંડની SIP સ્કીમ બહું સારી છે. જેમાં તમારે 15 વર્ષ માટે રોકાણ કરવાનું રહેશે. બજારમાં એવા ઘણા મ્યૂચુઅલ ફંડ છે જેમાં વર્ષના 15 ટકા લેખે વ્યાજ આપવામાં આવે છે. એટલે 15 વર્ષ બાદ તમારી પાસે 10 લાખ રૂપિયાનું ફંડ થઈ જાય.

કેવી રીતે મળશે ફાયદો, જાણો

તમે કોઇ મ્યૂચુઅલ ફંડ સ્કીમમાં 15 વર્ષ માટે રોકાણ કરો તો, તમારા કુલ 2,70,000 રૂપિયા જમા થાય તેમાં. તો તમારી એસઆઈપીની કુલ વેલ્યૂ 10,02,760 થાય. એટલે તમને 7,32,760 રૂપિયાનો ફાયદો થશે.

આ રીતે કાઢી શકો છો એક્સપેન્સ રેશિયો

આ રેશિયો છે જે મ્યૂચુઅલ ફંડના મેનેજમેન્ટ પર આવતા ખર્ચને પ્રતિ યૂનિટ રૂપે બતાવે છે. કોઇ મ્યૂચુઅલ ફંડનો એક્સપેન્સ રેશિયો કાઢવા માટે તેની કુલ સંપત્તિમાંથી કુલ ખર્ચને ભાગવામાં આવે છે.

SIP દ્વારા કરો રોકાણ

SIP મ્યૂચુઅલ ફંડમાં રોકાણનો સૌથી સારો રસ્તો છે, આ માધ્યમથી રોકાણ કરવથી બહુ સારું રિટર્ન મળે છે, જેમાં રોકાણમાં ખતરો પણ ઓછો છે અને સારા રિટર્નની શક્યતા વધી જાય છે. મ્યૂચુઅલ ફંડમાં SIP શરૂ કર્યા બાદ જરૂરી નથી કે, તમે નક્કી કરેલ સમય સુધી જ રોકાણ કરો. તમે ઇચ્છો તો તેને વચ્ચે રોકી શકો છો. આમ કરવામાં કોઇ પેનલ્ટી પણ નથી લાગતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *