નવા વર્ષે વધશે મોંઘવારી: આ વસ્તુઓના ભાવમાં થશે વધારો

વર્ષ 2020 શરૂ થવામાં હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. નવા વર્ષે રોજિંદા જીવનની ઘણી બધી વસ્તુઓ માં ભાવ વધારો થવાનો છે.. જેમાં બાઇક,…

વર્ષ 2020 શરૂ થવામાં હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. નવા વર્ષે રોજિંદા જીવનની ઘણી બધી વસ્તુઓ માં ભાવ વધારો થવાનો છે.. જેમાં બાઇક, વીમો વગેરે ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.

વ્હીકલ થશે મોંઘા

નવા વર્ષે મારૂતિ સહિતની ઘણી ઓટો કંપનીઓએ કાર કે બાઇકની કિંમતો વધારી દીધી છે. એટલે જો તમારો કાર કે બાઇક ખરીદવાનો પ્લાન હોય તો, 2019 ની સરખામણીમાં વધારે કિંમત આપવી પડશે.

ફ્રીઝ-એસીમાં પણ ભાવ વધારો થશે

નવા વર્ષે 5 સ્ટાર ફ્રિજ અને AC ની કિંમતો વધશે, 2020 માં નવા એનર્જી લેવલિંગ નોર્મ્સ લાગૂ થશે. જેના મુજબ ઈલેક્ટ્રોનિક નિર્માતાઓને ફાઇવ સ્ટાર ફિજ કે એસીના કૂલિંગ માટે પારંપરિક ફોમની જગ્યાએ વેક્યૂમ પેનલનો ઉપયોગ કરવો પડશે. આ નવા નોર્મ્સ બાદ ફાઇવસ્ટાર ફ્રિજ કે એસી લગભગ 6000 સુધી મોંઘાં થઈ શકે છે.

વીમા પૉલિસી પર માર

વીમા કંપનીઓને રેગ્યુલેટ કરતી સંસ્થા ઈરડાના આદેશાનુસાર નવા વર્ષે જીવન વીમા પૉલીસીના નિયમ બદલાઇ જશે. આ બદલાવ માત્ર લિંક્ડ, નૉન લિંક્ડ જીવન વીમા પૉલીસીમાં રહેશે, નવા નિયમ લાગૂ થયા બાદ પ્રીમિયમ મોંઘુ અને ગેરંન્ટિડ રિટર્ન થોડું ઓછું થવાની શક્યતા છે.

ટ્રેનની મુસાફરી મોંઘી થશે

નવા વર્ષે ટ્રેનમાં સફર કરવી મોંઘી થઈ શકે છે. રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે આ વાતના સંકેત આપ્યા છે કે, રેલવે યાત્રી અને માલ હેરફેરના ભાડાને હાલની પરિસ્થિતિ પ્રમાણે બનાવવામાં આવી રહ્યા છે, વી કે યાદવના જણાવ્યા અનુસાર, જ્યાં ભાડું ઓછું છે ત્યાં વધારવામાં આવશે અને જ્યાં વધારે છે ત્યાં ઘટાડવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી રેલવેની ટિકિટમાં વધારો થયો નથી અને જ્યારે રેલવેનો ખર્ચ વધી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલ પર પ્રીમિયમ

નવા વર્ષે સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલ પર ભાવ વધારો થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, ઓઇલ કંપનીઓએ પેટ્રોલિયમ મંત્રાલયને વાહન ઈંધણોના ભાવ વધારવાની પ્રીમિયમ યોજનાનું સમર્થન કરવાની અપીલ કરી છે, સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, સરકાર આ માંગણી પર વિચાર કરી રહી છે. જો સરકાર આ પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો, વેચાણકર્તાઓ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ક્રમશ: 80 પૈસા અને 1.50 રૂપિયા પ્રતિ લીટર આસપાસ પ્રીમિયમ આગામી 5 વર્ષ સુધી ચૂકવવા પડશે. ઉલ્લેખનિય છે કે, ઓઇલ કંપનીઓ રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય વધારો-ઘટાડો કરતી રહે છે.

બિસ્કિટ તેમજ નમકીન થશે મોંઘાં

નવા વર્ષે પારલે અને આઈટીસી જેવી મોટી કંપનીઓ તેમની પ્રોડક્ટ્સના ભાવ વધારશે અથવા પેકેટના આકારમાં બદલાવ કરશે. થોડા મહિનાઓ પહેલાં આ બાબતે એફએમસીજી કંપનીઓએ સંકેત પણ આપ્યા હતા. એટલે નવા વર્ષે નાસ્તા, નમકીન, ફ્રોઝન ફૂડ, કેક, સાબુ, રેડી ટૂ ઈટ મીલ્સ, બિસ્કિટ સહિત ઘણી વસ્તુઓ મોંઘી થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *