ડોક્ટર રિલ જોવામાં મસ્ત, દર્દીએ તોડ્યો દમ; જાણો સમગ્ર મામલો વિગતે

Mainpuri News: ઉત્તર પ્રદેશના મૈનપુરીથી એક હેરાન કરનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડોક્ટરની બેદરકારીને લીધે એક હૃદય રોગના દર્દીનું મૃત્યુ થઈ ગયું છે. મૃતકના (Mainpuri News) પરિવારજનોનો આરોપ છે કે જે સમયે ડોક્ટરે દર્દીનો ઈલોજ કરવાનો હતો તે સમયે તે મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યો હતો. હાલમાં ફરિયાદ મળ્યા બાદ સીએમ ઓફિસ એ તપાસના આદેશ આપ્યા છે.

સમગ્ર મામલો નૈનપુરી જિલ્લામાં આવેલી હોસ્પિટલનો છે. થોડા દિવસો પહેલા અહીંયા એક હૃદય રોગના દર્દીએ પ્રાણ ત્યાગી દીધા હતા. પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટર સાહેબ મોબાઇલમાં રીલ જોઈ રહ્યા હતા, જ્યારે તેમને ઈલાજ કરવા માટે કહ્યું તો અમારી સાથે જ બાખડી પડ્યા. એટલું જ નહીં બોલાચાલી બાદ પરિવારજનોને લાફા પણ માર્યા હતા.

આરોપીનું નામ ડોક્ટર આદર્શ છે, જે જિલ્લા હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં કામ કરતો હતો. આરોપ છે કે આદર્શ એ ગુરુચરણ પુત્ર સાથે બોલાચાલી કર્યા બાદ લાફા જીકી દીધા હતા. આ મામલે જિલ્લા હોસ્પિટલ એ કહ્યું કે સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપ સાબિત થશે તો ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઘટના વિશે જાણકારી મળતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી.

પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર મૈનપુરીમાં રહેતા ગુરુચરણ સિંહની માતા પ્રવેશ કુમારીને અચાનક હૃદયમાં દુખાવો ઉપડ્યો હતો. તેના બાદ તે પોતાની માતાને મહારાજા તેજસિંઘ જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. ગુરુચરણનો આરોપ છે કે ઇમર્જન્સી વોર્ડમાં ફરજ પર હાજર રહેલા ફિઝિશિયન ડોક્ટર આદર્શ  પોતાની ખુશીમાં બેસી instagram રીલ જોઈ રહ્યા હતા. ત્યારબાદ દર્દીને જોવા માટે કહ્યું તો પણ તે ખુરશીમાંથી ઊભા ન થયા અને નર્સને દર્દીને જોવા માટે કહી દીધું.

જ્યારે દર્દીની તબિયત વધારે ખરાબ થઈ તો અમે લોકોએ હંગામો કર્યો જેનાથી ગુસ્સે થઈ ડોક્ટર એ પહેલા તેને લાફા મારી દીધા હતા. ત્યાં સુધીમાં તો માતાનું મૃત્યુ થઈ ગયું હતું. હંગામો વધ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ બળ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. હાલમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.