ડોક્ટર કોઈને મૃત જાહેર કરીને તેમના પરિવારને ડેથ સર્ટિફિકેટ પણ પકડાવી દે, પછી મૃતકને જોયા બાદ જાણવા મળે છે કે તેના શ્વાસ ચાલી રહ્યા છે. અને હૃદય ધડકી રહ્યું છે. તો વિચારો કે, આ કેટલી ગંભીર બાબત કહેવાય. આવી જ ઘટના બિહારના ધનબાદની હોસ્પિટલમાં બની હતી.
ધનબાદના અસર્ફી હોસ્પિટલમાં એક દર્દીના પરિવાજનોએ ડોક્ટરોની ભારે બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હોસ્પિટલના ડોક્ટરોના કારનામા જોઈને ચોંકી ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, હોસ્પિટલના ડોક્ટર જે દર્દીઓને મરેલા જાહેર કરી ચૂક્યા હતા. તે દર્દીનો શ્વાસ ચાલી રહ્યો છે. પોલીસે હોબાળો કરનાર પરિવારજનોને પહેલા શાંત કરાવ્યા હતા. આ મામલે હોસ્પિટલના ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ દર્દીની સારવાર માટે SNMMCH મોકલ્યા હતા.
પરિવાજનોનું કહેવાનું છે કે, 9 ડિસેમ્બરે ધનબાદના કાંડ્રા નિવાસી બિંદુ દેવીને બ્રેઈન હેમરેજ થયું હતું. તેમને અસર્ફી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. આ વચ્ચે શુક્રવારે હોસ્પિટલ તંત્રએ પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમના દર્દીનું મોત નીપજ્યું હતું. તેઓ પોતાના દર્દીની લાશ લઈ જાય. આ સાંભળીને પરિવારજનો લાશની પાસે પહોંચ્યા તો તેમને લાશમાં હરકત જોવા મળી હતી. દર્દી શ્વાસ લઈ રહ્યો હતો. અને તેનું હૃદય ધબકી રહ્યું હતું.
જ્યારે આ વાત પરિવારે હોસ્પિટલના તંત્રને જણાવી કે દર્દી જીવીત છે. ત્યારે તેમણે આ વાતને નકારી કાઢી હતી. ત્યારબાદ દર્દીઓએ હોબાળો શરુ કર્યો હતો. અત્યારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધાવીને તપાસ શરુ કરી દીધી છે. હોસ્પિટલ તંત્રના લોકો અને ડોક્ટર ફરાર થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle