તંત્ર-મંત્ર દ્વારા રચવામાં આવ્યો ખૂની ખેલ: પહેલા કરી પત્નીની હત્યા અને ત્યારબાદ……

અવાર-નવાર તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમાં આવીને લોકો અવળું કામ કરી બેસતા હોય છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી છે. તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમાંના કારણે…

અવાર-નવાર તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમાં આવીને લોકો અવળું કામ કરી બેસતા હોય છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી છે. તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમાંના કારણે એક નિર્દોષ મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.  હાલમાં ઉતર પ્રદેશના હરદોઇ જીલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પતિએ તેની પૂજા પાઠ અને તંત્ર-મંત્રને કારણે ધારદાર હથિયારથી પત્નીની હત્યા કરી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

હરદોઈના સુરસા પોલીસ સ્ટેશન વિસ્તારના પાનુવર ગામનો આ કિસ્સો છે, જ્યાં એક યુવક પોતાનો મોટાભાગનો સમય પૂજા અને તંત્ર મંત્રમાં વિતાવતો હતો. પૂજા અને તંત્ર-મંત્રના ઘેલછામાં તેનો તેના પિતા સાથે વિવાદ થયો હતો અને આ વિવાદમાં તેણે દેવીને પ્રસન્ન કરવા અને આંગળી કાપવાનું કહીને તેના પિતા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેણે તેની પત્નીને રૂમમાં બંધ કરી દીધી હતી અને ગળું કાપીને નિર્દયતાથી તેની હત્યા કરી નાખી.

હત્યા કર્યા બાદ આરોપી ડેડબોડીને રૂમની બહાર લાવ્યો હતો અને તે પોતે ત્યાં બેસીને વિચિત્ર હરકત કરવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ આરોપીની હત્યા પાછળનું વાસ્તવિક કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

આ ઉપરાંત, ASP હરદોઇ અનિલ કુમાર કહે છે કે, પોલીસને ખબર મળી હતી કે, આરોપીએ તંત્રીકના કહેવા અનુસાર તેની 40 વર્ષની પત્નીની હત્યા કરી છે. પોલીસે આ ઘટના પર કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

તેમણે કહ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યો છે. પ્રારંભિક પુછપરછમાં ખુલાસો થયો છે કે, રાત્રે 9 વાગ્યે તેણે પહેલા પિતાની આંગળી કાપી હતી. ત્યારબાદ તેણે તેની પત્નીની રૂમમાં લઇ જઈને ગળું કાપીને નિર્દયતાથી તેની હત્યા કરી નાખી. હાલમાં પોલીસ આરોપીની ધરપકડ કરીને વધુ ત્યાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *