વડનગર(ગુજરાત): કહેવાય છે કે, ડોકટરો ભગવાનનું રૂપ ન્હોય છે. ડોકટરોએ પોતાની સુજ બુજથી ઘણા લોકોને નવું જીવનદાન આપતા હોય છે. ત્યારે જીવનદાનનો એક આવો જ કિસ્સો ખેરાલુથી સામે આવ્યો છે. જ્યાં એક ડોકટરે નવજાત બાળકીનો જીવ બચાવી લીધો છે. જાણવા મળ્યું છે કે, વડનગરના ડિમ્પલ બેને ૧ જૂને ૬ મહિનાના અધૂરા માસે એક બાળકીને જન્મ આપ્યો હતો.
જયારે બાળકીનો જન્મ થયો ત્યારે તેનું વજન ફક્ત 700 ગ્રામ હતું અને આ બાળકીને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હતી. કારણ કે, બાળકીની શ્વાસની નળી ખુલ્લી હતી. ત્યારબાદ બાળકીની તબિયત બગડતા તેને ખેરાલુ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડોકટરોએ જયારે બાળકીની આવી હાલત જોઈ તો તેમને પણ આ ખુબ જ પડકાર જનક લાગ્યું હતું.
ત્યારબાદ બાળકીને સારવાર માટે ખેરાલુની શૈશવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બાળકીની સ્થિત ગંભીર હોવા છતાં ત્યાંના ડોક્ટર ઇમરાન પટેલ અને તેમની ટીમ દ્વારા બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેને ૭૦૦ ગ્રામ વજન માંથી ૧ કિલો અને ૮૦૦ ગ્રામની કરીને ઘરે મોકલી હતી.
બાળકી અધૂરા મહીને જન્મી હોવાથી તેના શરીરમાં હ્રદયની નળી ખુલ્લી હતી. માટે બાળકીને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હતી તેમજ બાળકીનું સામાન્ય બાળકો કરતા વજન ખુબ જ ઓછું હતું. પરંતુ, ડોક્ટરોની ટિમ દ્વારા બાળકીની સારી સારવાર કરીને તેને ઘરે મોકલવામાં આવી હતી. માતા પિતા આજે પોતાની દીકરીને જોઈને ખુબ જ ખુશ છે. આમ, ડોકટરોએ બાળકીને નવું જીવન આપીને માતા-પિતાના મોઢા પર સ્મિત પાછું લાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.