કોરોના સામે લડી રહેલા ડોક્ટરોને ત્રણ મહિનાથી પગાર નથી ચૂકવાયો, પીએમ મોદીને કરાઈ રજૂઆત

રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસ લડાઈ લડી રહેલા ડોક્ટરોને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો, તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. ઉત્તર દિલ્હી નગર નિગમ…

રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસ લડાઈ લડી રહેલા ડોક્ટરોને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો, તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. ઉત્તર દિલ્હી નગર નિગમ અંતર્ગત આવતા હોસ્પિટલમાં ડોક્ટરોના એક યુનિયનએ પીએમ મોદીને પત્ર લખી અવાજ ઉઠાવ્યો છે.

પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર દિલ્હી નગર નિગમના હોસ્પિટલના ડોક્ટરો અને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો. અમે કોરોનાવાયરસ મહામારીના કારણે ખૂબ તણાવપૂર્ણ હાલતમાં કામ કરી રહ્યા છીએ. આ પત્ર કોર્પોરેશન એસોસિએશને છેલ્લા અઠવાડિયે ઈ-મેલથી મોકલ્યો હતો. આ એસોસિએશન ત્યારે બન્યું હતું જ્યારે નિગમ ને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું ન હતું. જોકે આના પર ઉત્તર દિલ્હી નગર નિગમના અધિકારીઓ હાલમાં કોઈ પ્રતિક્રિયા નથી આપી.

એસોસીએશનના અધ્યક્ષ ડૉ. આર આર ગૌતમ એ કહ્યું કે અમે છેલ્લા ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં નથી આવ્યો અને ડોક્ટર તરીકે અમે દર્દીઓની સેવા કરવાનું પોતાનું કર્તવ્ય જાણીએ છીએ. અમે વધારે કશું નહીં બસ અમારો પગાર માગી રહ્યા છીએ.

આ બાજુ કોરોના વિરુદ્ધ સીધી લડાઇ લડી રહેલા કોરોના લડવૈયા માટે પણ કેજરીવાલ સરકારે કેટલાક મોટા પગલા ઉઠાવ્યા છે. કોરોનાવાયરસ સામે લડતા વ્યક્તિઓ જો કોરોનાથી પોઝિટિવ થાય છે તો તેમનો ઇલાજ ઉચ્ચસ્તરીય રીતે કરવામાં આવશે. તેમના માટે ફાઈવ સ્ટાર હોટલમાં isolation ની સુવિધા હશે. આ ઉપરાંત કોઈના પણ શહીદ થવા પર પરિવારને એક કરોડની સન્માન રાશિ પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *