આશ્રમમાં મહિલાઓને ગોંધી રાખી બળાત્કાર ગુજારનાર વધુ એક બાબા પકડાયો- જાણો વધુ

પંજાબની અમૃતસર પોલીસે બે મહિલાઓને ગેરકાયદેસર રીતે રાખવા અને તેમના પર ઘણી વખત દુષ્કર્મ કરવાના આરોપમાં મંદિરના એક પુજારી અને તેના સહયોગી ની ધરપકડ કરી…

પંજાબની અમૃતસર પોલીસે બે મહિલાઓને ગેરકાયદેસર રીતે રાખવા અને તેમના પર ઘણી વખત દુષ્કર્મ કરવાના આરોપમાં મંદિરના એક પુજારી અને તેના સહયોગી ની ધરપકડ કરી છે

મહંત પર દુષ્કર્મનો આરોપ

અમૃતસર પોલીસે સમાચાર એજન્સીને જણાવ્યું કે મુખ્ય આરોપીની ઓળખ મહંત ગિરધારી ના રૂપે કરવામાં આવી છે જે અમૃતસરના લોપોકે પોલીસ સ્ટેશન અંતર્ગત સ્થિત ગુરુ જ્ઞાન નાથ આશ્રમ વાલ્મીકિ તીર્થમાં મુખ્ય પૂજારી ના રૂપે કામ કરતો હતો. બીજા વ્યક્તિનું નામ વરિંદર નાથ છે. જે આ મહંત ગિરધારી નાથનો સહયોગી છે.

પીડિત મહિલાઓ એ પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય તરસેમ સિંહને પત્ર સૂચના આપી હતી. તેણે કહ્યું હતું કે તેમને ગેરકાયદેસર રીતે આશ્રમમાં રાખવામાં આવી છે અને મહંતો દ્વારા વારંવાર દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે.

પોલીસે આશ્રમમાં રેડ કરી

આ સૂચના પર તાત્કાલિક કાર્યવાહી કરતાં પોલીસે સોમવારે આશ્રમ પરિસરમાં રેડ કરી હતી અને પીડિત મહિલાઓને આશ્રમથી આઝાદ કરાવી. પોલીસે મહંત ગિરિધારી નાથ અને તેના સાથી ને ઘટનાસ્થળ પરથી ધરપકડ કરી લીધી છે. જ્યારે નક્ષત્ર સિંહ અને સૂરજ નામના બે વ્યક્તિ આશ્રમ થી ભાગી નીકળ્યા, પોલીસ હવે તેઓની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *