બાળકીને વારંવાર થતો હતો ન્યુમોનિયા, દૂરબીનથી તપાસ કરતા જોવા મળી એવી વસ્તુ કે.., ડોકટરો પણ ચોકી ગયા

અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સા અંગે સિવિલના બાળ રોગ સર્જરી વિભાગે જણાવ્યું કે, 80 હજારથી 1 લાખ બાળકોમાં ભાગ્યે જોવા મળતો આ કિસ્સો છે. જેમાં બાળકની અન્નનળી તો બનેલી હોય છે. પરંતુ, તેનો એક હિસ્સો શ્વાસનળી સાથે જોડાયેલો હોય છે આવી પડકારજનક સર્જરી કરીને અમદાવાદ સિવિલના તબીબોએ વધુ એક સિદ્ધિ મેળવી છે. સિવિલના બાળ રોગ સર્જરી વિભાગમાં 27મી મે 2021ના રોજ અમદાવાદના શ્રમિક દંપતિ સંજય અને હર્ષ નડિયાનું ચોથું સંતાન 11 વર્ષીય પલક નાડિયાને ન્યુમોનિયા તેમજ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવી હતી.

આ અંગે બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ કે, 11 વર્ષની પલકને અત્યાર સુધી ઘણી બધી વખત ન્યુમોનિયા સાથે બાળ રોગ વિભાગ તેમજ અન્ય હોસ્પિટલમાં દાખલ થઇ છે. પરંતુ, આ વખતે પલકનો કેસ અમને થોડો ડિફિકલ્ટ લાગ્યો હતો. પ્રારંભિક તપાસ અને કોવિડ-19 RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પલકનું CECT થોરેક્સ કરવામાં આવ્યું હતું. પલકના ન્યુમોનિયાને અમે સ્ટેબેલાઇઝ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સિટી સ્કેન કર્યા બાદ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર અભિલાષા. એસ. જૈનને એવું લાગ્યું કે, કદાચ આ બાળકીને એચ.વેરાઇટી ઓફ ટીયો ફિશિયોલા હોઇ શકે છે. આ તારણ અમને જાણવા મળતા તાત્કાલિક જ આ બાળકીને પીડિયાટ્રીક સર્જરીમાં લઇ જવામાં આવી હતી. જ્યાં આ બાળકીને સ્વાસ્થ નળીની અંદર દૂરબીન નાખીને જોયુ તો અમને પણ નવાઇ લાગી કે, 11 વર્ષની બાળકીને સ્વાસ્થ નળી અને અન્ન નળી સાથેનું કનેક્શન જોવા મળ્યું.

જેને મેડિકલ લેંગવેન્જમાં “એચ વેરાઇટી ઓફ ટિયોફિશ્યુલા(H-TOF) (અન્નળી –શ્વાસનળી જોડાયેલી હોય)” કહેવામાં આવે છે. બાળકને સ્ટેબેલાઇઝ કર્યા બાદ પડકારજનક સર્જરી કરવામાં આવી જેમાં અમને સફળતા પ્રાપ્ત થઇ છે. જેમાં એનેસ્થેશિયા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કિરણ પટેલ અને તેમની ટીમ દ્વારા આ જોખમી સર્જરીનું બિંડુ ઉપાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે વધુ વિગતો આપતા ડોક્ટરે કહ્યું કે, આવા કિસ્સામાં અન્નનળી તો બનેલી હોય છે. પરંતુ, તેનો એક હિસ્સો સ્વાસ્થ નળી સાથે જોડાયેલો હોય. આ એક રેર વેરાયટી છે અને 80 હજારથી 1 લાખ બાળકોમાં આવો કોઇક કિસ્સો જોવા મળતો હોય છે. પલકને વારંવાર ન્યુમોનિયા સાથે ઘણી વખત હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ન્યુમોનિયાના સાથે પલકને અન્ય ઘણી બધી તકલીફ પણ છે. જેમ કે, હદયની તકલીફ, એક કાન બન્યો નથી, ઓછું સંભળાય છે, ફેશિયલ પાલ્સી છે તેમજ સ્પાઇનની પણ સમસ્યા છે. પલકને વેક્ટરલ એસોસેશન એટલે ટિયો ફિશિયોલા સાથે અન્ય એસોસેશન પણ છે જેના લીધે પલકનું વેઇટ, હાઇટ અને ગ્રોથ અને મેન્ટલ ડેવલોપમેન્ટ પર પણ અસર થઇ છે. એમા પણ વારંવાર હોસ્પિટલાઇઝ થવાથી પણ તેના ગ્રોથમાં ફરક પડ્યો છે.

આ અંગે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટટેન્ડટ ડૉ. જે.વી. મોદી જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલ ટર્સરી કેર સેન્ટર તરીકે પણ કાર્ય કરે છે. આ ઉપરાંત રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલમાં નિરાશ થયેલ દર્દીઓ પણ છેલ્લે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોવાનું જાણવા મળ્યું છે. અહીં આવતા દર્દીઓ સકારાત્મક પરિણામ લઇને જાય છે જેનું આ સર્જરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. સિવિલ હોસ્પિટલના તબીબોની દર્દીના જીવ બચાવવા પ્રત્યેની કટિબધ્ધતાના કારણે જ જુજ જોવા મળતી સર્જરી પણ સફળતાપૂર્વક પાર પડતી જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *