ઉત્તર ભારતમા થયેલી કમોસમી વરસાદના કારણે લોકોને કોરોના વાઇરસ વધુ ફેલાવાનો ભારે ભય સતાવી રહ્યો છે. આ બાબતે IMRCના પ્રમુખ ડોક્ટર બલરામ ભાર્ગવે જણાવતા કહ્યુ હતું કે, વરસાદના કારણે તાપમાનમા ઘટાડો થવાથી આ વાઇરસ વધુ ફેલાય તેવી લોકોની આશંકાને નકારી કાઢી છે. સાથે-સાથે વધુમા કહ્યુ કે, આ વાઇરસને લઇને થયેલા સંશોધનમા આવી કોઇ વાત સામે આવી નથી. આમ પણ આ વાયરસ હવાના માધ્યમથી પ્રસરતો નથી. પરંતુ જે વ્યક્તિને આ રોગ થયો હોય, તેના સંપર્કમા આવવાથી કોરોના વાઇરસ થઇ શકે છે.
ડોક્ટર ભાર્ગવે સાવચેતીના પગલા જણાવતા કહ્યું કે, ઠંડીના વધવાના કારણે લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવા રોગમાં સાવધાન રહેવું જોઇએ. તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ઉપાયો કરવાનુ સુચવ્યુ છે. તાપમાનમા ઘટાડો તેમજ કોરોના વાઇરસના સંક્રમણમા વધારો આ બંન્ને બાબતને કોઇ સંબંધ નથી. માટે લોકોએ ડરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમા ભારે પલટો આવ્યો હતો. શુક્રવારના રોજ પંજાબ, હરિયાણા, દિલ્હી, NCR સહિતના ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમના વિસ્તારોમા વરસાદના કારણે તાપમાનમા 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હી એનસીઆરમા 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના કારણે તાપમાનના પારામા ઘટાડો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.