ભાવનગરમાં એક કેરીને લઈને યુવક પર પાડોશીએ છરીના ઘા જીંકી દીધા- સમગ્ર ઘટના જાણી…

આજકાલ શહેરમાં હુમલો કે ફાયરિંગની ઘટના સતત સામે આવી રહી છે. આ દરમિયાન ભાવનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેરીની છાલ મુદ્દે એક…

આજકાલ શહેરમાં હુમલો કે ફાયરિંગની ઘટના સતત સામે આવી રહી છે. આ દરમિયાન ભાવનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેરીની છાલ મુદ્દે એક યુવક પર જીવલેણ હુમલો થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી મુજબ, એક ખુબ જ સામાન્ય બાબતમાંથી થયેલી માથાકુટ લોહીયાળ બની હતી. ઘટના એટલી ઉગ્ર બની હતી કે, માથાકુટમાંથી મારામારી થઇ અને છેક છરીના ઘા મારી દેવા સુધી વાત પહોંચી હતી.

જાણવા મળ્યું છે કે, ભાવનગરના ભરતનગર વિસ્તારમાં શિક્ષક સોસાયટી પાસે રહેતા ચિરાગ મદનલાલ રાજાણીના ઘરે કેરીની છાલ બહાર નાખવા બાબતે પાડોશી સાથે માથાકુટ થઇ હતી. બેટરીની દુકાન ચલાવતા આ વેપારીને કેરીની છાલ ખુબ જ મોંઘી પડી હતી. વેપારીનાં માતાએ ઘરે કેરીની છાલ ઘરની બહાર ફેંકતા પાડોશમાં રહેતા ધીરુભા ગોહિલ અને તેની દીકરીએ યુવકની માતાને જાહેરમાં કચરો કેમ ફેંકો છો? મારા ઘર પાસે કેમ કચરો ફેંકો છો? તેમ કહીને માથાકુટ કરી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાની જાણ થતા યુવક દુકાન બંધ કરીને પોતાના ઘર તરફ જવા માટે નિકળ્યો હતો. જોકે, આ દરમિયાન પાડોશમાં રહેતા કેતન ઉર્ફે ભયલુભા ગોહિલ તેને સરદારનગર સર્કલ પાસે ઊભો રાખીને ગાળો આપી હતી. આ ઉપરાંત કચરો મારા ઘર પાસે કેમ નાખે છો? તેમ કહીને ઢીકા પાટુનો માર મારી ડાબા હાથે છરીનો ઘા મારી દીધો હતો. જોકે, આસપાસ વિસ્તારના દુકાનદારો અને રાહદરીઓ વચ્ચે પડતા કેતન ઉર્ફે ભયલુભા ધીરુભા ગોહિલ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ત્યારબાદ યુવકના પિતાને ફોન કરતા તેઓ આવીને બાઇક પર યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, આટલે નહી અટકતા હૂમલાખોર દ્વારા યુવકને ફોન ઉપર પણ ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. હાલ ઘટનાની ફરિયાદ લઇને પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *