Best Relationship Tips: એવી કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે. એ હદે કે તમારો પાર્ટનર તમારી પાસે જે ડિમાન્ડ કરે તે તમામ પૂરી કરવાની તમે કોશિશ કરો છો. ખાસ તો યુવતીઓ આ મામલે ખૂબ જ સીરિયસ હોય છે. જો તેના બોયફ્રેન્ડ દ્વારા કંઈ ડિમાન્ડ કરવામાં આવે તો તરત જ તેને પૂરી કરવા લાગે છે. તે કદાચ એવું વિચારીને કરતી હોય છે કે ક્યાંક તેના પાર્ટનરને (Best Relationship Tips) ખોટું ન લાગી જાય. તેમજ ઘણા પાર્ટનર જેમાં છોકરી અને છોકરા બને જ આવી જાય છે જે પ્રેમ કરવા રાજી હોય પણ લગ્નથી દૂર ભાગતા હોય ત્યારે કેટલીક વસ્તુઓ એવી છે જેનાથી યુવતીઓએ બચવાની જરુર છે. બોયફ્રેન્ડ જો તમારી પાસેથી આ ડિમાન્ડ કરવા લાગે તો તમારે ચેતી જવાની જરુર છે અને રિલેશન આગળ વધારતા પહેલા વિચારવું જોઈએ…
પ્રેમ કરે છે તો સેક્સ કરવામાં શું પરેશાની?
જ્યારે તમે કોઈ છોકરાને પ્રેમ કરો છો ત્યારે તેવો મતલબ નથી કે તમારે તેની સાથે સેક્સ કરવું જરુરી છે. એવા અનેક કિસ્સાઓ જોવા મળશે કે જેમાં બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને સેક્સ કરવા માટે ઉશ્કેરે છે અથવા સમજાવવાની કોશિશ કરે છે. પછી બોયફ્રેન્ડ એ પણ કહે છે કે,’જ્યારે તું મને પ્રેમ કરે છે તો પછી સેક્સ કરવામાં શું પરેશાની છે?’
હવે હું તારી ફેમિલી છું
એક વાત હંમેશા યાદ રાખો કે દુનિયામાં કોઈપણ તમારી ફેમિલીને રિપ્લેસ કરી શકતું નથી. પછી તે તમારો બોયફ્રેન્ડ હોય કે પતિ. જો તમારો બોયફ્રેન્ડ અથવા પતિ ફેમિલીને બદલે તેને મહત્વ આપવાની વાત કરે છે તો ચેતી જજો. તેને સમજાવવાની કોશિશ કરો કે દરેક રિલેશનશીપનું પોતાનું મહત્વ હોય છે. જો તમારો પાર્ટનર સમજે તો ઠીક છે બાકી યાદ રાખો કે આગળ જતા તમારા સંબંધમાં ખટાશ આવી શકે છે.
બોયફ્રેન્ડ જો પાસવર્ડ અને બેંક ડિટેઈલ માગે તો
એ સાચું છે કે લવર્સ વચ્ચે કોઈ સિક્રેટ હોતું નથી. જોકે, તેનો મતલબ એ નહિ કે તમારો બોયફ્રેન્ડ અથવા પાર્ટનર તમારા પાસવર્ડ્સ પણ જાણી લે. ભલે તમે રિલેશનશિપમાં હોવ પરંતુ તેને એ સમજવાની કોશિશ છે કે દરેક સંબંધની એક પ્રાઈવસી હોય છે. પ્રેમ અને રિલેશનનો એ મતલબ નથી કે તમે પાસવર્ડ અને બેંકની ડિટેઈલ પણ પાર્ટનર સાથે શૅર કરો.
લગ્નના સવાલ પર ભડકી ઉઠે તો
જો તમે લાંબા સમયથી એક રિલેશનશીપમાં રહો છો તો લગ્નનો સવાલ આવશે જ. આ વિશે યુવતીઓ પોતાના બોયફ્રેન્ડ સાથે વાત કરે જ છે. જોકે, અનેકવાર બોયફ્રેન્ડ પણ લગ્ન જેવું પગલું ભરવા માટે અચકાય છે. જો તે વારંવાર તમને એવું કહે છે કે તે લગ્ન માટે અત્યારે તૈયાર નથી તો સમજી જાઓ કે તે બસ ટાઈમપાસ માટે જ તમારી સાથે રિલેશનમાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App