અવારનવાર સોસીયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થતા હોય છે, જે લોકો ખુબ પસંદ કરે છે અને શેર કરે છે. હાલ આવો જ એક માનવતાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક બાળકી રમતા રમતા ઊંડા સ્વીમીંગ પુલમાં પડી જાય છે અને તે ડૂબવા લાગે છે. અહિયાં મહતવની વાત તો એ છે કે, દીકરીનો જીવ બચી જાય છે પરંતુ આ બાળકીનો જીવ કોઈ વ્યક્તિ નહિ પરંતુ તેનો પાલતું શ્વાન તેનો જીવ બચાવે છે.
જી હા, સોસીયલ મીડિયામાં માનવતા અને પશુ પ્રેમનો આ વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમાં શરૂઆતમાં જ એક બાળકી દડા સાથે રમતી રમતી સ્વીમીંગ પુલ પાસે આવે છે અને બોલ તે જ સ્વીમીંગ પુલમાં પડી જાય છે. ત્યારબાદ આ બાળકી દડો લેવા ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ કોઈ પ્રયાસ સફળ થતા નથી, છેવટે આ બાળકી સ્વીમીંગ પુલની ખુબ નજીક જાય છે અને કમનસીબે બાળકી તે જ સ્વીમીંગ પુલમાં પડી જાય છે. બાળકીને તરતા આવડતું નોહોતું તેથી તે ડૂબવા લાગે છે.
આ જ સમયે તેના ઘરમાં એક પાલતું શ્વાન આ દશ્ય જોવે છે અને બંધ જાળી હોવા છતાં આ શ્વાન ગમે તેમ કરી જાળી ખોલી સીધો સ્વીમીંગ પુલમાં પડે છે અને આ બાળકીને સ્વીમીંગ પુલ માંથી બહાર કાઢવા લાગે છે. જયારે બાળકી ડૂબી રહી હતી ત્યારે તેની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી પરંતુ તેના પાલતું શ્વાને આ બાળકીનો જીવ બચાવી લીધો હતો, અને બાળકીને બહાર કાઢીને તેને પ્રેમથી ચાટવા લાગ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ એક ફિલ્મનો સીન છે. જે ૧૯૯૨માં સિનેમા ઘરોમાં રીલીઝ થઇ હતી. આ ફિલ્મનું નામ Beethoven છે. ખરેખર આ ફક્ત મુવીમાં જ નહિ પરંતુ ખરેખરમાં પણ એવા ઘણા બનાવ બન્યા છે કે, જેમાં શ્વાને લોકોનું જીવન બચાવ્યું હતો. ખરેખર આવી માનવતા અને પશુપ્રેમ જોઇને હ્રદય દ્રવી ઉઢે છે. સોસીયલ મીડિયામાં આવા ઘણા વિડીયો આવે છે પરંતુ આ વિડીયોએ સોસીયલ મીડિયામાં ચારેબાજુ માનવતા ખીલવી દીધી હતી. લાખો લોકોએ આ વિડીયો જોઇને પસંદ કર્યો હતો અને હજારો લોકોએ આ વિડીયોને શેર પણ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.