અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના ચેપ લાગતાં તેને ‘વોલ્ટર રીડ નેશનલ મેડિકલ સેન્ટર’ લઈ જવામાં આવ્યા હતા આ સમય દરમિયાન તેમની સાથે આવી એક વસ્તુ જોવા મળી હતી, જેણે દરેકનનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેની સાથે ‘પરમાણુ ફૂટબોલ’ લીધો છે, જે મિનિટોમાં આખી દુનિયાને બરબાદ કરી શકે છે. આ ફૂટબોલ ત્યારે પણ તેની સાથે હતો જ્યારે તેને વ્હાઇટ હાઉસથી વોલ્ટર રીડ લઈ જવામાં આવ્યો હતો. ટ્રમ્પનો કોરોના ચેપ પણ તેને પરમાણું ફૂટબોલથી અલગ કરી ન શકયો અને બીજા અન્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું.
આ સુટકેસ હમેંશા અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે જ રહે છે. તેને પ્રેસિડેંશિયલ ઇમર્જન્સી સેચેલ કહેવામાં આવે છે. તેની એક સાથે એક વ્યક્તિ પણ જોવા મળે છે.જે આ સુટકેસ સાચવે છે.અને એ વ્યક્તિ જો જરૂર પડે તો પરમાણુ હુમલો કરવા તૈયાર પણ હોય છે. હાલમાં રાષ્ટ્રપતિ એ સલામતી અને સંપર્ક સાધનથી સજ્જ વોલ્ટર રીડમાં છે. જ્યારે પણ કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસની બહાર જતા હોય છે ત્યારે આ ફૂટબોલ તેની સાથે રહે છે. 1962 માં ‘ક્યુબાની મિસાઇલ કટોકટી’ પછી જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ જોહ્ન એફ કેનેડીને ધમકી મળી ત્યારથી આ ફૂટબોલ રાષ્ટ્રપતિ પાસે જ રહ્યો છે.
તેનું નામ એ આઇઝનહાવર યુગની પરમાણુ યુદ્ધ યોજના ‘ડ્રોપીક’ પરથી પડ્યું. તેનો હેતુ એ રાષ્ટ્રપતિને દરેક સમયે પરમાણુ યુદ્ધ માટે તૈયાર રાખવાનો હતો. કુલ 3 આવી સુટકેસ છે. આ સુટકેસ એ એક રાષ્ટ્રપતિ, એક ઉપરાષ્ટ્રપતિ અને એક વ્હાઇટ હાઉસની અંદર એમ હોય છે. તેને સાચવનારા અધિકારીઓ પાસે બેરેટ્ટા પિસ્તોલ હોય છે, જેથી તેઓ તેને વધુ સુરક્ષિત રીતે રાખી શકે.
આ પિસ્તોલ વિશે વધુ માહિતી નથી અને તે હંમેશા બદલાતી રહે છે. જો કે, સૂટકેસની બહાર એન્ટેના દેખાતું હોય છે, જેમાં સેટેલાઇટ ફોન હોય તેવું અનુમાન લગાડી શકાય છે.એવી એક 75 પાનાનું પુસ્તક પણ છે જેમાં રાષ્ટ્રપતિના માટે પરમાણુ હુમલો કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.જેમાં રાષ્ટ્રપતિને સ્થિતિમાં ક્યાં છુપાવવા તે વિશે પણ કહેવામાં આવેલ છે.લેમિનેટેડ કાર્ડ ‘બિસ્કીટ’માં લશ્કરી નેતાઓ અને બ્રોડકાસ્ટર્સના સંપર્કની વિગતો પણ જોવા મળે છે. તે ક્રેડિટ કાર્ડ જેવું લાગે છે અને જેમાં તેના પર અક્ષરો અને નંબર લખેલા હોય છે.
પરમાણુ હુમલો થવાની સ્થિતિમાં, યુ.એસ.એ. ના આર્મી કમાન્ડર-ઇન-ચીફ ફોન પર રાષ્ટ્રીય સૈન્યને કમાન્ડ અને સેન્ટરને કોડ કહે છે. બેગ તો હમેશા વ્હાઇટ હાઉસમાં જ હોય છે પરંતુ એવું માનવામાં આવે છે કે ‘લોંચ કોડના’ કાર્ડ હંમેશા તેમની પાસે જ હોય છે. રસપ્રદ વાત એ છે કે, 1975 માં જેરાલ્ડ ફોર્ડના કાર્યકાળ દરમિયાન, ફૂટબલ એરફોર્સ વનમાં જ છૂટી ગયો હતો. ત્યારે જિમ્મી કાર્ટરને 1977 માં બતાવવામાં આવ્યું કે તે કેવી રીતે કાર્ય કરે છે, પરંતુ ત્યારે તેમની મજાક કરી નાખવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle