જો ટ્રમ્પ હારશે તો દુનિયાના આ દેશોને ભોગવવું પડશે સૌથી મોટું નુકશાન, જાણો વિગતે

ડોનાલ્ડ ટ્રમ્પ એ હંમેશા ઈઝરાયેલ, તુર્કી, ઉત્તર કોરિયા જેવા દેશોને લઈને હંમેશા સૌથી વધારે સકારાત્મક રહ્યું છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની હારથી આ બધા દેશો માટે…

ડોનાલ્ડ ટ્રમ્પ એ હંમેશા ઈઝરાયેલ, તુર્કી, ઉત્તર કોરિયા જેવા દેશોને લઈને હંમેશા સૌથી વધારે સકારાત્મક રહ્યું છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની હારથી આ બધા દેશો માટે એક મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. નવા રાષ્ટ્રપતિ પોતાની વિદેશ નીતિ જાતે જ નક્કી કરતા હોય છે. આવી સ્થિતિમાં થઇ શકે છે કે, જો બીડેન રાષ્ટ્રપતિ બને તો ટ્રમ્પના દરેક નિર્ણયની વિરૂદ્ધ નિર્ણયો લઈ શકે  એવી સંભાવના છે.

જો કોઈ રાજનૈતિક સંરક્ષણ એ ટ્રમ્પ પર મોહમ્મદ બિન સલમાન કરતા પણ વધારે નિર્ભર થઇ શકે છે, તો એ છે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન. નોર્થ એટલાંટિસ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન ના સહભાગી દેશ હોવા છતાં પણ તુર્કી રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમ માટે ખરીદી રહી છે. જેથી અમેરિકી કોંગ્રેસે તુર્કી પર કડક પ્રતિબંધો લગાવવાની ભલામણ કરી દીધી હતી પરંતુ ટ્રમ્પે તેને અમલ માં મુકવાની ના પડી દીધી હતી.

પોતાના વ્યક્તિગત સંબંધોને લીધે જ તેમણે ટ્રમ્પને સીરિયાના કુર્દ વિસ્તારોમાં અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા માટે મનાવી પણ લીધા હતા. જેના લીધે તુર્કી આ વિસ્તારો પર પોતાનું નિયંત્રણ જમાવી શકે. ટ્રમ્પે સીરિયામાં ઈસ્લામિક રાજ્યો વિરૂદ્ધ લડાઈમાં પેંટાગોન કે અમેરિકી સહભાગીઓની સલાહ લીધા વગર જ આ નિર્ણય લીધો હતો.

તે લડાઈમાં બ્રિટન, ફ્રાંસ અને કુર્દ લડવૈયાઓ પણ શામેલ હતાં.ટ્રમ્પે 2017 માં પોતાની વિદેશ યાત્રા માટે સાઉદી અરબ પર પોતાની પહેલી પસંદગી દર્શાવી હતી. ટ્રમ્પના નેતૃત્વમાં વોશિંગ્ટન અને રિયાધ રાજ્યો વચ્ચેના સંબંધો એ ખુબ ઝડપથી મજબુત બન્યા હતા.

તેમાં પણ ખાસ કરીને ટ્રમ્પે ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરતા સાઉદી અરબને ખુબ વધારે લાભ થયો હતો. જમાલ ખશોગીની હત્યાના કેસમાં જ્યારે અમેરિકી સંસદે મોહમ્મદ બિન સલમાન પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી, તો તેને પણ ટ્રમ્પે વીટો પાવરનો ઉપયોગ કરી બચાવી લીધો હતો.

જ્યારે બાઈડેન ગાદી આવતા અમેરિકા ઈરાન સાથે નવી સંધી કરી શકે છે. તેનાથી સૌથી વધારે નુકસાન સાઉદ્દી અરબને થશે. બાઈડેન માનવાધિકાર મુદ્દે સજાગ છે. જેથી મોહમ્મદ બિન સલમાનની મુશ્કેલીઓ વધી શકે છે.તાજેતરના દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ચીન તરફ ખુબ વધારે આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

તે ચીની વસ્તુઓ પર ટ્રેરિફ વધારી રહ્યાં છે. જ્યારે ચીનના દુશ્મન દેશોને હથિયારો અને ગુપ્ત જાણકારીઓ પણ આપી રહ્યાં છે. તેમ છતાંયે ચીની અધિકારીઓએ કહ્યું છે કે, સંતુલનના કારણે તેમનું નેતૃત્વ ટ્રમ્પને જ રાષ્ટ્રપતિ તરીકે લાવવા માંગે છે. અમેરિકા ફર્સ્ટની નીતિઓનું પાલન કરવાને લીધે ટ્રમ્પે પોતાના દેશને વિશ્વની અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓથી અલગ કરી દીધો છે.

જેથી ત્યાં ખાલી પડેલી જગ્યાઓંને ચીન ભરી શકે. ભલેને તે વ્યાપાર હોય કે જળવાયુ પરિવર્તન કે પછી WHO. જે જે જગ્યાએ અમેરિકા નબળું પડ્યું છે ત્યાં ત્યાં ચીન મજબુત બની ગયું છે. આ સ્થિતિમાં બાઈડેન આવવાથી ચીનને ખુબ નુકશાન ઉઠાવવું પડશે. બાઈડેન વિશે કહેવામાં આવે છે કે, તે ચીન પર દબાણ વધારવા માટે વધુ સમન્વિત આંતરરાષ્ટ્રીય મોર્ચેબંધી કરવાનો પ્રયાસ કર રહયા છે.

2016ની ચૂંટણીમાં રશિયાની કથિત સંડોવણીની લાંબી તપાસ કરવામાં આવી હતી પણ ટ્રમ્પના કડક વલણના કારણે તેનો કોઈ ચોક્કસ ઉકેલ આવી શક્યો નહીં. ટ્રમ્પે રશિયા વિરૂદ્ધ બનાવવામાં આવેલા નાટોને જ નબળુ પાડી દીધું હતું. તેમણે જર્મનીમાંથી પોતાનું સૈન્ય પાછુ ખેંચી લીધું.

જ્યારે અમેરિકાએ જ જર્મની સહિત અનેક દેશોને સુરક્ષાનો વાયદો કર્યો હતો. હથિયાર નિયંત્રણને લઈને પણ ટ્રમ્પે રશિયા સાથે અનેક સમજુતીઓ તોડી નાખી જેના કારણે રશિયા ફરીથી અનેક આધુનિક હથિયારો બનાવવા માંડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *