તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ મેળવવાં માટેનો એકમાત્ર દિવસ એટલે ‘શરદ પુનમ’ -જાણો વ્રત અને પૂજાની વિધિ

દિવાળી આવતાંની સાથે જ ઉત્સવોની શરૂઆત થઈ જાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે સાતમો મહિનો એટલે કે, અશ્વિન મહિનાની પૂનમને ધર્મ ગ્રંથોમાં ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્ર જણાવતાં કહે છે કે, સંપૂર્ણ વર્ષ દરમિયાન ફક્ત આ તિથિએ ચંદ્રમા એની સંપૂર્ણ 16 કળાએ ખીલી ઊઠે છે.

શરદ ઋતુમાં આવતી આ પૂર્ણિમાને ‘શરદ પૂનમ’ પણ કહેવામાં આવે છે. આ ઉત્સવ પર શ્રીકૃષ્ણ, લક્ષ્મીજી તથા ચંદ્રમાની પૂજાનું મહત્વ રહેલું છે. આ વર્ષે 30 ઓક્ટોબરનાં રોજ છે. આની સાથે જ પૂનમે તીર્થમાં સ્નાન તથા 31 ઓક્ટોબરે દાન કરવામાં આવે છે.

ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, આ દિવસે કાંસાના વાસણમાં ઘી ભરીને દાન કરવાથી રોગ તથા દોષ દૂર થાય છે. પંડિત મિશ્રના જણાવ્યા મુજબ, કોરોનાને કારણે તીર્થ યાત્રા તથા સામુહિક સ્નાનથી બચવું જોઈએ. જેને કારણે શરદ પૂનમે સ્નાન કરવા માટે ઘરના પાણીમાં ગંગાજળના કેટલાંક ટીપાં ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આની સાથે પાણીમાં આમળાનો રસ તથા બીજી ઔષધિઓ ઉમેરીને સ્નાન કરવાથી પાપ દૂર થાય છે.

શરદ પૂનમનું વ્રત તથા પૂજા વિધિ :
પૂનમનાં રોજ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી વ્રત, પૂજા તથા શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ કરો. શ્રીકૃષ્ણ અથવા તો ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આચમન, વસ્ત્ર, ચોખા, ફૂલ, ધૂપ, દીપક, મિઠાઈ, પાન, સોપારીની સાથે પૂજા કરવી જોઈએ.

વ્રત કરીને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી જોઈએ. ત્યારપછી સંકલ્પ મુજબ દાન કરવું જોઈએં. ગ્રંથો પ્રમાણે, કાંસાના વાસણમાં ઘી ભરીને દાન કરવું જોઈએ. આની સિવાય કોઈ મંદિરમાં અનાજ, વસ્ત્ર અથવા તો ભોજનનું દાન પણ કરી શકાય છે.

શરદ પૂનમ પર શું કરશો?
રાત્રે ગાયના દૂધથી બનાવવામાં આવેલ દૂધ-પૌંઆમાં ઘી તથા ખાંડ ભેળવીને અડધી રાત્રે ભગવાનને પ્રસાદ ચડાવવો જોઈએ. રાત્રે આકાશ મધ્યે ચંદ્રમાં આવી જાય ત્યારે ચંદ્રમાની પૂજા કરીને દૂધ-પૌંઆનો પ્રસાદ ચડાવવો જોઈએ. રાત્રે ચાંદીના વાસણમાં દૂધ-પૌંઆ ભરીને ચંદ્રના પ્રકાશમાં રાખવાં જોઈએ.

આગલા દિવસે સવારે વહેલાં જાગીને સ્નાન કરીને ભગવાનની પૂજા કરી દૂધ-પૌંઆ ગ્રહણ કરી બીજા લોકોને વહેંચી દેવાં. આ દિવસે ભગવાન શિવ-પાર્વતી તથા કાર્તિકેયની પણ પૂજા કરવામાં આવે છે.

શરદ પૂનમનું મહત્ત્વ :
શરદ પૂનમથી સ્નાન તથા વ્રતની શરૂઆત થાય છે. માતા એમના બાળકોની શુભકામના કરી દેવી-દેવતાનું પૂજન કરે છે. આ દિવસે ચંદ્રમા પૃથ્વીની ખુબ પાસે આવે છે. શરદ ઋતુમાં હવામાન સાફ રહે છે. આ સમયે આકાશમાં વાદળ તથા ધૂળની ગેરહાજરી હોય છે. શરદ પૂનમની રાત્રે ચંદ્રનાં કિરણો શરીર પર પડે તે શુભ ગણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *