આજે ગુજરાતમાં દેખાશે ચંદ્રગ્રહણ- ભૂલથી પણ ના કરતા આ કામ

આજે શુક્રવારે 5મી જૂને વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થશે. કોરોના મહામારીના ડર વચ્ચે અદ્ભૂત આકાશી નજારો જોવા મળશે. જાન્યુઆરી 2020માં પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. બીજુ…

આજે શુક્રવારે 5મી જૂને વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થશે. કોરોના મહામારીના ડર વચ્ચે અદ્ભૂત આકાશી નજારો જોવા મળશે. જાન્યુઆરી 2020માં પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. બીજુ ચંદ્રગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ હશે. આંશિક ગ્રહણ હોવાના કારણે સૂતકના નિયમો લાગૂ પડશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ખગોળ વિજ્ઞાનના મતે પૃથ્વી અને ચંદ્રમાએ એક સીધી રેખામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જેના કારણે પૃથ્વી પર ચંદ્ર દેખાતો નથી. જ્યોતિષ વિજ્ઞાનની કેટલી માન્યતા મુજબ ચંદ્રગ્રહણની કેટલીક માન્યતા છે. આ દિવસો દરમિયાન કેટલાક કામ કરવા જોઈએ અને કેટલાક કામ ન કરવા જોઈએ. જ્યારે કેટલાક એવા કામ છે જે કરવા જોઈએ જેનાથી સારૂં પરિણામ પણ મળે છે.

ગુજરાતમાં ગ્રહણ રાત્રે 11.15 કલાકે જોવા મળશે. ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. રાત્રે 12.54 કલાકે મહત્તમ અસર જોવા મળશે તો રાત્રે 2.34 કલાકે ગ્રહણ પૂર્ણ થશે. 59 ટકા જેટલો ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગ્રહણકાળના સમયે ચંદ્રમા વૃશ્વિક રાશિમાં રહેશે. ગ્રહણકાળ દરમિયાન ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં જોવા મળશે.

જાણો શું ન કરવું જોઈએ?

ચંદ્રગ્રહણના સમયે વાળમાં તેલ ન નાંખવું.

ખાવાનું -પીવાનું, સૂવાનું ટાળવું

શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ

બ્રશ ન કરવું જોઈએ

કપડાં ન ધોવા જોઈએ

તાળું પણ ન ખોલવું જોઈએ.

ગ્રહણ સમયે ભગવાનને અડવું નહીં,

ગ્રહણ સમયે ખાવાનું ખાવાથી નરકમાં યાતનાઓ વેઠવી પડે છે.

આ સમયના દરેક નિયમો બાળકો, રોગી અને વૃદ્ધ વ્યક્તિને લાગૂ પડતા નથી.

સ્કંધ પુરાણ અનુસાર અન્યનું અનાજ કે ખાવાનું ખાવાથી પુણ્યનો નાશ થાય છે.

ગ્રહણમાં કોઈ શુભ કામ કરવું નહીં, મનમાં ભગવાનનું સ્મરણ કરવું.

જાણો શું કરવું જોઈએ?

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રને લગતા મંત્રનો જાપ કરવો જોઈએ.

ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો, નવા કપડા પહેરો અને પછી કંઈક દાન કરો.

આ પછી અન્ય કેટલાક કામ કરવાનું પ્રારંભ કરો.

ગ્રહણ સમાપ્ત થયા પછી ગંગાના પાણીને આખા ઘરમાં છાંટો અને શુદ્ધિકરણ કરો.

ગ્રહણના અંતે ઘરની નજીકના મંદિરમાં પૂજા કરો અને દાન કરો.

એવું પણ માનવામાં આવે છે કે ગ્રહણના અંતમાં ગાયને રોટલી ખવડાવવાથી સારું ફળ મળે છે.

માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ગ્રહણ સમાપ્ત થયા પછી ઇન્દ્રદેવની પૂજા કરવાનો રિવાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *