જો તમે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે દાન આપવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારી ખબર છે. હકીકતમાં નાણામંત્રાલય એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ નોટિફિકેશન અનુસાર અયોધ્યામાં રામમંદિર માટે દાન દેનાર લોકોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે. આ છૂટ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં દાન થતી રકમ પર મળશે. નાણા મંત્રાલય તરફથી આ છુટ આયકર અધિનિયમ-૧૯૬૧ ની ધારા 80 અંતર્ગત આપવામાં આવી છે.
જણાવી દઈએ કે આ વર્ષે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું અને મંદિર બનાવવા માટે તેના અંતર્ગત તમામ દાન આપવામાં આવી રહ્યા છે. આ છૂટછાટ પર દાવો કરવા માટે એ જરૂરી છે કે ટ્રસ્ટ થી મળેલી દાન ની રસીદ તમારી પાસે હોય. જેમાં ટ્રસ્ટનું નામ, સરનામું, પાનકાર્ડ, દાન આપનારનું નામ અને દાનની રકમ ની વિગત હોવી જોઈએ.
શું કહેવામાં આવ્યું છે નોટિફિકેશનમાં?
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ધારા 80 અંતર્ગત તમામ ધાર્મિક ટ્રસ્ટો અને છૂટ આપવામાં આવે છે. ધાર્મિક ટ્રસ્ટ અને પહેલા ધારા 11 અને 12 અંતર્ગત આયકરમાં છુંટ માટે રજિસ્ટ્રેશન કરવા માટે આવેદન કરવાનું હોય છે. ત્યારબાદ ધારા 80g અંતર્ગત છૂટ આપવામાં આવે છે. નાણામંત્રાલય તીર્થ ક્ષેત્ર અને ઐતિહાસિક મહત્વ નું સ્થાન અને એક સાર્વજનિક પૂજાના સ્થાન રીતે નોટિફાઇડ કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news