ભૂલથી પણ ન પીતા એક્સપાયર થયેલી દવા, નહીંતર બનશો જીવલેણ બીમારીઓનો ભોગ

Medicine Expiry Dates: આપણને બધાને ખબર છે કે એક્સપાયર દવા ન ખાવી જોઇએ. આ વાત વિષે નાનપણ છે આપણે બાળકોને પણ સભાન રાખીએ છીએ. જો કે દવા એક્સપાયર થાય એટલે તરત જ તેની ફેંકી દેવી જોઇએ. દરેક દવાની ઉપર તેની એક્સપાયરી ડેટ (Medicine Expiry Dates) લખેલી હોય છે. જે પછી તે દવાની અસર ઓછી કે બિલકુલ નથી થતી. વળી કેટલીક વાર એક્સપાયરી દવા ખાવી જીવલેણ પણ સાબિત થઇ શકે છે. પણ તેમ છતાં કેટલાક લોકો આ તમામ વાતોને ભ્રમ માની 2-3 વર્ષ જૂની દવા પણ ખાઇ લે છે. તો કેટલીક વાર આપણે ભૂલથી પણ આવી દવા ખાઇ લઇએ છીએ. આપણામાંથી અનેક લોકોને એક્સપાયરી એટલે શું તે વાતનો મતલબ જ નથી ખબર. ત્યારે આ વિષે વિગતવાર જાણો.

સૌથી પહેલા તો તે જાણવું જરૂરી છે કે એક્સપાયરનો અર્થ શું? તમે કોઇ પણ દવા ખરીદો કે સ્વાસ્થયથી જોડાયેલો કોઇ પર્દાર્થ ખરીદો તો તેમાં બે તારીખો લખેલી નજરે પડશે. એક જ્યારે તે વસ્તુ બની હશે એટલે કે મેન્યુફૈક્ચરિંગ ડેટ અને બીજું એક્સપાયરી ડેટ એટલે કે આ તારીખ પછી દવાના પ્રભાવની ગેરંટી કંપની નથી લેતી.

મોટાભાગની દવામાં કેમિકલ એટલે કે રસાયણથી બનતી હોય છે. તમામ કેમિકલ પદાર્થોની વિશેષતા છે કે તે સમય વીતતાની સાથે જ પોતાની અસર બદલે છે. તેવું દવા સાથે પણ થાય છે. હવા, ભેજ, ગરમી વગરેથી અનેક વાર આ દવાઓ પર પ્રભાવ પડે છે અને તેની અસર ઓછી થઇ જાય છએ. વળી આ કારણે સાઇડ ઇફેક્ટ જેવા ખરાબ પરિણામોનો પણ તમે ભોગ બની શકો છો. આ કારણે જ દવા બનાવતી કંપનીઓએ કાનૂની કવાયતમાં ફસાવવાના બદલે પોતાના ઉત્પાદનો અને તેમની ઉપયોગિતા પૂર્ણ થવાની એક નિર્ધારીત તારીખ નાખી દે છે.

સ્વાસ્થ્ય માટે વધુ નુક્શાનકારક બની શકે છે
એક્સપર્ટ્સ અનુસાર, એન્ટિબાયોટિક દવાઓ એક્સપાયરી બાદ સ્વાસ્થ્ય માટે વધુ નુક્શાનકારક બની શકે છે. આવી દવાઓનું સેવન કરવાથી ઇન્ફેક્શનનું જોખમ વધે છે અને શરીરમાં એન્ટિબાયોટીસ રેઝિસ્ટન્સ પેદા થાય છે. પરિણામે નવી દવાઓ પણ શરીર પર અસર નથી કરી શકતી. જેથી દવા લેતાં પહેલાં તેની પર લખેલી એક્સપાયરી ડેટ ચેક કરબાવું જરૂરી છે. એક્સપાયરી ડેટ સુધી દવાઓ લેવી સુરક્ષિત માનવામાં આવે છે. તેમજ એક્સપાયરી બાદ દવાઓ લેવી જોખમી માનવામાં આવે છે. જેથી તમારે આ બાબતે કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી બચવું જોઈએ.એક્સ્પાયર્ડ દવાઓના કમ્પોઝીશનમાં ફેરફાર થાય છે અને તેની સ્ટ્રેન્થ ઘટી જાય છે. જેના કારણે દવાઓની અસર ઘટી જાય છે. પરિણામે શરીર માટે જોખમ ઉભું થાય છે. ઘણી દવાઓમાં એક્સપાયરી ડેટ બાદ બેક્ટેરિયલ ગ્રોથ થવાની સંભાવના રહેલી છે. જેના કારણે એક્સપાયરી ડેટ વટાવી ચુકેલી દવાઈ લેવાની મનાઈ ફરમાવવામાં આવે છે.

એક્સ્પાયર્ડ દવાઓને યોગ્ય રીતે ડિસ્પોઝ કરવી
FDA અનુસાર, એક્સ્પાયર્ડ દવાઓ માત્ર એવા લોકો માટે જોખમી નથી, જેને તેઓ ખાય છે, પરંતુ આ દવાઓ બાળકો અને પાલતુ જાનવરો માટે પણ નુક્શાનદાયક હોઈ શકે છે. જેથી એક્સ્પાયર્ડ દવાઓને યોગ્ય રીતે ડિસ્પોઝ કરવી જોઈએ અને તેને યોગ્ય જગ્યાએ ફેંકવી જોઈએ. ખોટી જગ્યાએ એક્સ્પાયર્ડ દવાઓ ફેંકવાથી અન્ય લોકો અથવા જાનવરો તેના સંપર્કમાં આવી શકે છે. જેનાથી ગંભીર નુકશાન થઇ શકે છે. જો તમને મેડિસિન ડિસ્પોઝલ વિશે જાણકારી નથી, તો તમે કોઈ એક્સપર્ટની સલાહ લઇ શકો છો.