ભગવાન વિષ્ણુને બ્રહ્માંડના રખેવાળ કહેવામાં આવે છે. શ્રી હરિ સમગ્ર સૃષ્ટિને ચલાવનાર છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી પર દેવશયની એકાદશી આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે નિદ્રા યોગમાં જાય છે અને કારતક મહિનાની દેવઉથની એકાદશી પર જાગે છે. આ ચાર મહિના ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ ચાર મહિનામાં પૂજાનું મહત્વ વધી જાય છે. એવું માનવામાં આવે છે કે, આ ચાર મહિનામાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે ચાતુર્માસ 10 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ જેવા તમામ શુભ કાર્યો કરવામાં આવતા નથી. જો તમે ચાતુર્માસ દરમિયાન ઉપવાસ કરતા હોવ તો આ દરમિયાન પલંગ અને કાર્પેટ પર સૂવું નહીં.
આ ચાર મહિના સુધી બ્રહ્મચાર્ય વ્રત કરવું જોઈએ. ઉપરાંત, ઉપવાસના નિયમોનું ઉલ્લંઘન કરવાથી પણ પાપ થાય છે. જો તમે પરિણીત છો તો ચાર મહિના સુધી બ્રહ્મચાર્ય વ્રતનું સંપૂર્ણ પાલન કરો. કોઈપણ રીતે શારીરિક સંબંધ ન રાખો.
ચાતુર્માસમાં સાવન માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જો તમે સાવન માં વ્રત રાખતા હોવ તો આખા મહિના સુધી દાઢી, નખ અને વાળ વગેરે ના કપાવો.
આ આખા મહિનામાં ડુંગળી, લસણ, માંસ, દારૂ, ધૂમ્રપાન વગેરેનું સેવન ન કરો.
આ દરમિયાન, જો તમે વ્રત રાખતા હોવ તો મુસાફરી કરવાનું ટાળો. ચાતુર્માસમાં વધુ ને વધુ ભગવાનની પૂજા કરો. આ દરમિયાન શરીર, મન અને વાણીને શુદ્ધ કરવું જરૂરી છે. તેમજ કોઈના પ્રત્યે દ્વેષ, કડવાશ, લોભ, આસક્તિ, અભિમાન વગેરે ન રાખશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.