ગુજરાતમાં આવેલા વર્ષો જુના શનિદેવના આ મંદિરમાં દર્શન માત્રથી પનોતી થાય છે દુર, જાણો સંપૂર્ણ ઈતિહાસ

શાસ્ત્રો અનુસાર, ગુજરાતના જામનગર જિલ્લાના ભાણવડ પાસેના હાથલા ગામને ઈતિહાસની દૃષ્ટિએ ગુજરાતમાં શનિદેવનું સૌથી પ્રાચીન જન્મસ્થળ કહેવાય છે. દેશ-વિદેશમાંથી ભક્તો અહીં શનિદેવના આશીર્વાદ મેળવવા આવે…

શાસ્ત્રો અનુસાર, ગુજરાતના જામનગર જિલ્લાના ભાણવડ પાસેના હાથલા ગામને ઈતિહાસની દૃષ્ટિએ ગુજરાતમાં શનિદેવનું સૌથી પ્રાચીન જન્મસ્થળ કહેવાય છે. દેશ-વિદેશમાંથી ભક્તો અહીં શનિદેવના આશીર્વાદ મેળવવા આવે છે. આ શનિદેવનું સૌથી જૂનું મંદિર છે. જેમાં પુરાતત્વ વિભાગ દ્વારા સ્થળ પર પુરાતત્વીય ખોદકામ કરવામાં આવ્યું છે. આ વસ્તુઓ અને અવશેષો 1500 વર્ષ જૂના છે. જે પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત છે.

અહીંના ભગવાન શનિદેવના મંદિરમાં પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મંદિર જેઠવાસના ઘુમલી સામ્રાજ્ય પહેલા મૈત્રક કાળમાં બનાવવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે, શનિદેવ અહીં હાથીની સવારી પર આવ્યા હતા અને અહીં સ્થાયી થયા હતા.

શનિશ્વરી અમાસના દિવસે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક સ્થાન પર આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે, કેટલાક લોકો તેમની પનોતીથી મુક્તિ મેળવવા અને શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શનિને પ્રાર્થના કરે છે. સમગ્ર દેશમાં શનિદેવનું આ એકમાત્ર મંદિર છે જ્યાં સ્ત્રી હોય કે પુરુષ, બધા જ ભક્તો પોતાની જાતે ભગવાનની પૂજા કરી શકે છે. શનિદેવના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

આ શનિ મંદિરની બહાર એક શનિ કુંડ છે. એવું કહેવાય છે કે, સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે પાંડવોને કૌરવોએ પરાજિત કર્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણએ તેમને કહ્યું હતું કે, તેઓને શનિદેવનો આશીર્વાદ છે જેથી જો પાંચેય ભાઈઓ શનિધામમાં જઈને કુંડમાં સ્નાન કરે તો શનિદેવ કૃપા વરસાવશે. પૌરાણિક કથાઓ મુજબ, આ મંદિરમાં પૂજા કર્યા પછી જ પાંડવોએ કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યું હતું. આજે પણ હજારો શ્રદ્ધાળુઓ શનિ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતરવાની પ્રાર્થના કરે છે.

પ્રાચીન સમયમાં મુદગલ ઋષિ આ સ્થાન પર લાંબા સમય સુધી રહ્યા અને શનિદેવની પૂજા કરી. મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શનિદેવ જ્યાં હાથી પર દેખાયા તે સ્થાનને હસ્તિન સ્થાન કહેવામાં આવે છે. શનિદેવે હાથી પર સવાર થઈને તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા હતા. તેથી કુંડમાં એકસાથે સ્નાન કરીને મામા-ભત્રીજા સાથે પૂજા કરે તો શનિદેવની પનોતી ખસતી નથી.

શાસ્ત્રો અનુસાર શનિદેવના 10 રૂપ છે અને તેમની પાસે દસ વાહન અને દસ પત્નીઓ છે. જેના કારણે શનિદેવ બાળકના રૂપમાં હાથી પર સવારી કરે છે. જે સ્વરૂપ હાથલાના શનિદેવના મંદિરમાં જોવા મળે છે. આ સિવાય કશે પણ શનિદેવ હાથી પર વિરાજમાન જોવા મળતા નથી. આ ગામનું નામ હાથલા એટલા માટે પડ્યું કારણ કે અહીં શનિદેવ હાથી પર બેઠા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *