છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મિડિયા ચેલેન્જિંસ, ડબિંગ અને ફની વીડિયો અપલોડ કરવામાં આવતા હતા. હવે તો ખાણી-પીણીને લગતા ફેક વીડિયોનું પ્રમાણ વધ્યું છે.
એક અહેવાલ મુજબ, આઇટી મંત્રાલય દ્વારા ફેસબુક, ટ્વિટર અને ગૂગલ જેવી કંપનીઓને પત્ર દ્વારા ખાણી-પીણીને લગતા ફેક વીડિયો તથા ફોટોને અટકાવાનું કહ્યું છે. આમ કરવાનું કારણ છે કારણ કે આ પ્રકારના ફેક ફોટો અને વીડિયો વાયરલ હોવાના કારણે ખાણીપીણીના સામાનની ક્વોલિટી પર પ્રશ્નો ઉભા થાય છે.
તાજેતરમાં જ એક વાયરલ થયેલા વીડિયોમાં દર્શાવામાં આવ્યું હતું કે, ઇંડા પ્લાસ્ટિકમાંથી બને છે તથા દૂધમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ અથૉરિટી ઓફ ઇન્ડિયા(એફએસએઆઇ)ના સીઇઓ પવન અગ્રવાલે આઇટી સેક્રેટરી અજય પ્રકાશ સહાનીને પત્ર લખ્યો કે, ખાણીપીણીની સામગ્રીથી જોડાયેલ ફેક વીડિયો અને ફોટો પર રોક લગાવવાનું કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ આઇટી મંત્રાલય દ્વારા ટેક કંપનીઓને આ વિષય પર નોટીસ પણ મોકલવામાં આવી છે.
આ નોટિસ દ્વારા ટેક કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, જે કોઇ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખાણી-પીણીને લગતા ફેક વીડિયો કે ફોટો શેર કરશે, તેમનું એકાઉન્ટ કંપનીએ જ બ્લૉક કરવાનું રહેશે. તથા સોશિયલ પ્લેટફૉમ દ્વારા આ વીડિયો શેર કરવાના કારણે જનતા અને ધંધાદારી વ્યક્તિઓ બંનેને નુકશાન થાય છે.
ખાણીપીણીને લગતા ફેક વીડિયો કે ફોટો અપલોડ કરતા વ્યક્તિઓના એકાઉન્ટ બ્લોક કરવાનું મુખ્ય કારણ એ જ છે, કે જે યુઝર્સ આ પ્રકારના ફેક વીડિયો કે ફોટોગ્રાફ અપલોડ કરે તેના મનમાં એક ડર રહે.
આ ઉપરાંત ફેક વીડિયોના વધતા પ્રમાણથી યુઝર્સનો કંપની પરનો વિશ્વાસ ઉઠી શકે છે. તેથી જ એફએસએસએઆઇ દ્વારા આઇટી મંત્રાલયે ટેક કંપનીઓએ ભારતમાં નોડલ ઓફિસર નિયુક્ત કરવા જોઇએ. જેથી ફેક વીડિયો સોશિયલ નેટવર્કના જે તે પેજ પર આવે ત્યારે સંસ્થા જે-તે કંપનીને જાણ કરે, અને કંપની તે ફેક યુઝર્સનું એકાઉન્ટ બ્લૉક કરી શકે.