ગરીબોને ભોજન આપતી વખતે સેલ્ફી પાડી તો હવે જશો જેલ- જાણો આ રાજ્ય સરકારની જાહેરાત

દેશમાં lockdown ને લઈને રોજ મદાર નું કામ કરતા મજૂરો અને ગરીબ લોકોને ભોજન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેવામાં સરકાર તરફથી સતત પ્રયત્નો…

દેશમાં lockdown ને લઈને રોજ મદાર નું કામ કરતા મજૂરો અને ગરીબ લોકોને ભોજન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેવામાં સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકો પણ પોતાના બનતા પ્રયાસો કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ અને ભૂખ્યો ન સુવે તે માટે જનતાનો સાથ પણ સારી રીતે મળી રહ્યો છે. ઘણી સામાજિક સંસ્થાઓ ભૂખ્યાને ભોજન કરાવી રહી છે, પરંતુ એવું પણ સામે આવી રહ્યું છે કે, અમુક લોકો સોશિયલ મીડિયા પર જરૂરિયાત મંદોને ભોજનસામગ્રી વિતરણ કરી રહ્યા છે, તેના ફોટો અપલોડ કરી રહ્યા છે. જેથી આ બાબત ધ્યાનમાં આવતા રાજસ્થાન સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકારે હવે તમામ જિલ્લાઓમાં ભોજન સામગ્રી વિતરણ કરી રહેલા લોકોને સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મુખ્યમંત્રીએ હાલમાં જિલ્લા કલેકટરો સાથે મિટિંગ કરીને જ્યાં સેલ્ફી ન લેવાના નિયમનું પાલન અનુભવ થાય ત્યાં કડક કાર્યવાહી કરીને આવું કાર્ય બંધ કરાવવા માટે ની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરી રહેલા લોકોને અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. સાથે સાથે ભોજન વિતરણ કરતી વખતે સોશિયલ ડીસટન્સિંગ નું પણ પૂર્ણ ખ્યાલ રાખવામાં આવે તેવી કડક સૂચના પણ આપવામાં આવી છે.

રાજસ્થાન માફક ગુજરાતમાં પણ ઘણાં લોકો અને સંસ્થાઓ ભૂખ્યાને ભોજન કરાવી રહી છે. પરંતુ અમુક લોકો દ્વારા આ સારા કાર્યને લોકો સમક્ષ મુકવાની ભાવનાથી સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરી રહ્યા છે. જેને કારણે ઘણી વખત ભૂખ્યા ગરીબો ભોજન લેવાનું ટાળે છે.

મુખ્યમંત્રી ગહેલોતે જિલ્લા કલેકટરોને નિર્દેશ આપ્યા છે કે, ગરીબોને રાહત આપતી વખતે લોકો સેલ્ફી ના લે તેનુ ધ્યાન રાખવામાં આવે. જેના પગલે જિલ્લા કલેકટરોએ હરકતમાં આવીને તેને લઈને આદેશ પણ બહાર પાડવા માંડયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *