VIDEO: આર્મી કમાન્ડો પર વરસી પડી પોલીસ- વાંક હતો કે તે પોતાના ઘર બહાર માસ્ક વગર ગાડી ધોતો હતો

માઓવાદી વિરોધી કોબ્રા એકમના કમાન્ડો, કે જેને ગયા અઠવાડિયા કર્ણાટક પોલિસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ અને લોકડાઉનના ના ભંગ બદલ ધરપકડ કરી ત્રાસ આપવામાં…

માઓવાદી વિરોધી કોબ્રા એકમના કમાન્ડો, કે જેને ગયા અઠવાડિયા કર્ણાટક પોલિસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ અને લોકડાઉનના ના ભંગ બદલ ધરપકડ કરી ત્રાસ આપવામાં આવતો હતો, તેને જમીન મળી ગયા છે. કમાન્ડો સચિન સુનિલ સાવંતે આરોપ લગાવ્યો છે કે તેને મારવામાં આવ્યો હથકડી પહેરાવી અને ચેનથી પોલીસ સ્ટેશનમાં બાંધીને જમીન પર બેસાડવામાં આવ્યો છે

.

 

આ કમાન્ડો ૨૩ એપ્રિલના રોજ પોતાના ઘરની બહાર બાઈક ધોઈ રહ્યો હતો ત્યારે જ પોલીસની એક ટુકડી ત્યાં પહોંચે અને કમાન્ડોને માસ્ક ન પહેરવા અને લોકડાઉનના ભંગ બદલ મારવા લાગી.

કમાન્ડોએ પોલીસ પર આરોપ મૂક્યો છે કે તેને જેલમાં ધકેલી દેતા પહેલા પટકાવવામાં આવ્યો, તેની સાથે ધક્કા-મુક્કી થઇ, હાથકડી લગાવી દેવાઈ અને આટલું જ નહીં, આવી હાલતમાં અડોસ-પાડોશમાં પણ ફેરવવામાં આવ્યો. બીજી બાજુ કર્ણાટક પોલીસે કમાન્ડો પર પોલીસ અધિકારીને મારવાનો આરોપ મુક્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે કમાન્ડોને સાંકળ દ્વારા બાંધી જમીન પર બેસાડવામાં આવ્યો છે. ફોટો જોતા આ સ્થાન પોલીસ સ્ટેશન હોય તેવું જણાઈ રહ્યું છે.

સીઆરપીએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ સંજય કહે છે કે,’સાવંત સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા સાવંતને સાંકળથી બાંધીને હથકડી પહેરાવી દેવાઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો ની ચકાસણી કરતાં જણાય છે કે, પોલીસ અધિકારી નું વર્તન યોગ્ય નહોતું.’

કર્ણાટકના પોલીસ વડા પ્રવીણ સુદે કહ્યું છે કે, ‘બેલગાવીના IGP ને સીઆરપીએફના આ જવાન સાથે થયેલા બનાવ અંગે તપાસ કરવા કહેવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ દોસ્તી તો વિરુદ્ધ કડક પગલાં લેવાશે.’

Savant, was at home on extended leave from the 207 Commando Battalion for Resolute Action (COBRA), one of the 10 elite units of the CRPF, formed for guerilla tactics and jungle warfare against Maoists.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *