WhatsApp પર આપત્તિજનક મેસેજ મોકલનારની હવે ખૈર નથી. હવે તમે અભદ્ર મેસેજ મોકલનાર અને ધમકી આપનાર વ્યક્તિની ફરિયાદ દૂરસંચાર વિભાગ (DoT)ને કરી શકો છો. ફરિયાદ કરવા માટે પીડિત વ્યક્તિએ મોબાઇલનો સ્ક્રિનશૉટ લઈ અને તેને દુરસંચાર વિભાગની હેલ્પલાઇન ccaddn-dot@nic.in પર મોકલવાની રહેશે.
DoTના કૉમ્યિનેકશન્સ કંટ્રોલર આશીષ જોષીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જો કોઈ અપમાનજનક ભાષામાં કે પછી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મેસેજ કે અભદ્ર મેસેજ મોકલે તો તેનો સ્ક્રિન શૉટ અને મોબાઇલ નંબર ccaddn-dot@nic.in પર મોકલો.
જોષીના જણાવ્યા મુજબ,ધમકી આપનાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. DoT ટેલિકોમ ઑપરેટર અને પોલીસને સૂચના આપી અને કાર્યવાહી કરવાનો નિર્દેશ કરશે.
DoTએ એક ફેબ્રુઆરીના રોજ આદેશ બહાર પાડ્યો હતો કે તેના દ્વારા તમામ નેટરવ્રક પર લાઇસન્સની શર્તોમાં ધમકી, અભદ્રતા અને અન ઑફિશિયલ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
ગત અઠવાડીયા કેટલાક પત્રકારો સહીત અનેક લોકોએ અભદ્ર મેસેજ અને ધમકીભર્યા મેસેજ મળવાની ફરિયાદ કરી હતી. જેના આધારે દૂરસંચાર વિભાગે ફરિયાદની હેલ્પલાઇન શરૂ કરી છે.