અમદાવાદના આ મહિલા ડોકટરે આયુર્વેદિક પદ્ધતિથી 4200થી પણ વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને કર્યાં સાજા

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ગુજરાતમાં માર્ચ મહિનાથી આ ભયંકર વાઈરસની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં તો ડોક્ટરો પણ આ પ્રકારની પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે મુંજવણમાં હતા. આવાં પ્રકારની પરિસ્થિતી વચ્ચે અમદાવાદના એક આયુર્વેદિક ડોક્ટરે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં કુલ 4,200થી વધારે દર્દીઓને આયુર્વેદિક દવાઓ તથા યોગ્ય માર્ગદર્શન આપીને ભયમુક્ત કર્યા છે.

લોકડાઉનનાં સમયમાં દર્દીઓને ફોન પર આયુર્વેદિક દવાઓ તથા કયા રિપોર્ટ કઢાવવા તે અંગેનું માર્ગદર્શન પુરુ પાડતા હતા. ડો.આરતી બેન ભટ્ટ જેટલા પણ દર્દીઓને સારવાર આપી છે એમાથી કુલ 90%થી પણ વધારે દર્દીઓ હાલમાં સ્વસ્થ તથા સુરક્ષિત છે.

આની સાથે જ કુલ 50% થી પણ વધારે દર્દીઓ તો ફક્ત 12 દિવસમાં સાજા થઈ ગયા હતા. હાલમાં પણ તેઓ સતત ડો.આરતીબેનના સંપર્કમાં રહેલાં છે. ડો. આરતી બેન ભટ્ટ છેલ્લા 38 વર્ષથી અમદાવાદમાં આવેલ મણીનગર તથા પાલડી વિસ્તારમાં આયુર્વેદિક ક્લીનિક ચલાવી રહ્યાં છે.

પહેલા કોરોના સામે કેવી રીતે લડવું તેનાથી અમે લોકો પણ અજાણ હતા :
કોરોનાનાં સમયગાળામાં દર્દીઓ સાથે પોતાનો અનુભવ અંગે પુછતા ડો.આરતીબેને વાતચીતમાં કહ્યું હતું કે, શરૂઆતમાં કોરોના મહામારીથી અમે લોકો પણ અજાણ હતા. આની માટે અમારા ડોક્ટરોની કેટલીક મિટિંગો પણ જેમા આગળ કેવા પ્રકારના પગલા લેવા તેના વિશે ચર્ચાઓ થતી હતી.

મિટિંગમાં જો MBBS ડોક્ટરોની અછત પડે તો આયુર્વેદિક ડોક્ટરોની મદદ લેવામાં આવશે એવી વાતચીત થતા મેં સૌપ્રથમ મારુ નામ લખાવ્યું હતું. કારણ કે, હું માનું છું કે તમે દર્દીની યોગ્ય સારવાર ત્યારે જ કરી શકો જ્યારે તમે તેને રૂબરૂ મળો.

ત્યારપછી ધીમે-ધીમે દર્દીઓ સાથે ફોન દ્વારા વાતચીત શરૂ કરી હતી તથા દર્દીઓને જરૂરી રિપોર્ટ કઢાવવા માટે  તેમજ તેઓના સ્વસ્થ પ્રમાણે આયુર્વેદિક દવાઓ આપવાની પણ શરૂઆત કરી દીધી હતી.

લોકડાઉનમાં દર્દીઓને ફક્ત ફોન પર જ સારવાર આપીને સાજા કર્યા :
દર્દીઓને એલોપેથીક દવાઓ કરતા આયુર્વેદિક દવાથી વધુ લાભ મળ્યો છે. જે મને સારવાર કર્યાં પછી દર્દીઓના ફિડબેક દ્વારા જાણવા મળ્યું હતું. મારી પાસે એવા કેટલાંક દર્દીઓ આવ્યા હતા. જેઓની કંડીશન ખુબ ક્રિટિકલ હતી, એમ છતાં ફક્ત 10 દિવસથી અંદર તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

જેને લીધે બીજા લોકો પણ આયુર્વેદિક દવાઓ પર વિશ્વાસ કરીને રોજબરોજની જીવનશૈલીમાં તેનો ઉપયોગ કરવા લાગ્યા હતા. લોકડાઉનના સમયમાં હું દર્દીઓને ફક્ત કોલ પર સારવાર આપવામાં આવી હતી કે, રિપોર્ટ કયા કઢાવવા તથા જો રિપોર્ટ પોઝિટિવ આવે તો કેવા પ્રકારની દવાઓ લેવી પડશે વગેરેનું માર્ગદર્શન આપતી હતી. હાલમાં ક્લીનિકની સાથે કોલ પર દર્દીઓની સારવાર કરી રહી છું.

કોરોનાથી બચવા માટેના 11 સરળ ઉપાય :

1. સવારમાં પ્રાણાયામ-યોગ તથા હળવી કસરત કરવી જોઈએ.

2. દિવસમાં કુલ 3 વખત બન્ને નાકમાં અણુતેલના ટીપાં નાખવા જોઈએ.

3. હુફાળા પાણીના કોગળા કરવા, દિવસ દરમ્યાન હુફાળુ પાણી જ પીવું જોઈએ.

4. આદૂં-સૂંઠ, ફૂદીનો, અજમો, કાળી દ્રાક્ષ, લીંબુ તથા ગોળનો ઉકાળો પીવો જોઈએ.

5. દર 2-3 કલાકમાં અજમાના પાણીની નાસ લેવી જોઈએ.

6. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાં માટે નારીયેળ અથવા તો લીંબુનું પાણી(ખાંડ વિના)1 વખત સવારમાં લેવું જોઈએ.

7. ખાંડનો ઉપયોગ, ફ્રિઝનો ઉપયોગ બીલકુલ કરવો જોઈએ નહિ, દૂધ પણ હળદરવાળું જ પીવું જોઈએ.

8. સાંજે 4 વાગે ફ્રૂટ લઈને સાંજે 6થી 7 વાગ્યે સાદુ ભોજન લેવું જોઈએ.

9. રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી શાંતીથી સૂઈ જવું જોઈએ.

10. ઊજાગરો કરવાંથી તબીયત બગડે છે.

11. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે ચિંતા ન કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *