હિંદુ ધર્મના શાસ્ત્રો ને ખૂબ જ વધુ મહત્વ આપવામાં આવ્યું છે. અને હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી વાતો દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. તેવી જ રીતે સ્વપ્નશાસ્ત્ર માં પણ ઘણી બધી વાતો બતાવવામાં આવી છે. જે વાતો દરેક વ્યક્તિના જીવનમાં લાગુ પડે છે. આજે અમે તમને સ્વપ્નશાસ્ત્ર માં જણાવવામાં આવેલી એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં, મૃત્યુ પહેલાં સ્વપ્નમાં સંકેતો દેવામાં આવે છે.તો આવો જાણીએ એ મૃત્યુ પહેલા કેવા સંકેતો આપણને સપનામાં મળે છે.
જો તમને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમને સ્વપ્નમાં ભગવાનની તૂટેલી મૂર્તિ દેખાય તો તેના માટે સારું માનવામાં આવતું નથી. તમને કોઈપણ જગ્યાએથી કાંઈક ખરાબ સમાચાર મળી શકે છે.
સ્વપ્નમાં ઉપરથી વૃક્ષનું પડવું તે અશુભ માનવામાં આવે છે. જો કોઈ વૃક્ષ ઉપરની પડી રહયું હોય તો તેનો મતલબ એવો થાય છે કે, મૃત્યુ તમારી ખૂબ જ નજીક આવી ગયું છે.
જો તમને સપનામાં ઢોલ-નગારા વાગતા દેખાય તો તમારે સમજી જવું જોઈએ કે તમારી સાથે કંઈક ખરાબ થવા જઈ રહ્યું છે. જે અશુભ સંકેત માનવામાં આવે છે. સાથે જો તમને સપનામાં કોઈનું મુંડન કરતા દેખાય તો તેનો મતલબ એ છે કે તમારા પરિવારજનો માંથી કોઈ નું મૃત્યુ થવા જઈ રહ્યું છે.
સપનામાં કોઈ સ્ત્રી વસ્ત્ર વગર જોવા મળે તો અશુભ સંકેત મળી રહ્યો છે. સ્વપ્નશાસ્ત્ર માં જણાવ્યું છે કે, આવા સ્વપ્નથી મૃત્યુ ખૂબ જ નજીક આવી ગયું હોય છે.