યુધિષ્ઠિરે કળિયુગ વિશે કહી હતી આ વાતો- જે આજે પણ સાચી પડી રહી છે

Published on Trishul News at 11:40 AM, Fri, 21 June 2019

Last modified on June 21st, 2019 at 2:41 PM

યુધિષ્ઠિરને પૂર્ણ આભાસ હતો કે કળિયુગમાં શું થવાનું છે? તો આખું જરૂર વાંચજો અને સારું લાગે તો શેર પણ કરજો.

પાંડવોનો અજ્ઞાતવાસ સમાપ્ત થવામાં થોડોક સમય બાકી રહ્યો હતો. પાંચ પાંડવો અને દ્રૌપદી જંગલમાં છૂપાવવા માટે સ્થાન ગોતી રહ્યા હતા. તે જ સમયે શનિદેવને આકાશ મંડળથી પાંડવો પર નજર પડી અને શનિદેવના મનમાં વિચાર આવ્યો કે આ પાંચ બુદ્ધિમાન કોણ છે? તેમની પરીક્ષા લેવી જોઈએ.

શનિદેવ એક માયા નો મહેલ બનાવ્યો જેના ચાર ખૂણા હતા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ.

ભીમની આ મહેલ પર નજર પડી અને તે આકર્ષિત થઈ ગયા, ભીમ યુધિષ્ઠિરને કહ્યું – આ મહેલ જોવો છે ભાઈએ કહ્યું જા.

ભીમ જ્યારે મહેલ જોવા ગયો ત્યારે શનિદેવ દરબાર ના રૂપમાં મહેલ ની બહાર ઉભા હતા. ભીમ બોલ્યો – મારે મહેલ જોવો છે. શનિદેવે કહ્યું – મહલ જોવા માટે અમૂક શરતો છે.

1) મહેલ ના ચાર ખૂણા છે. તું એક જ જોઈ શકીશ.

2) મહેલમાં છે જોઇશ તેનું ચાર સહિત વ્યાખ્યાન કરવું પડશે.

3) જો વ્યાખ્યા ન કરી શકે તો કેદ કરી લેવામાં આવશે.

ભીમે કહ્યું – મને સ્વીકાર છે.

આમ કહીને ભીમ મહેલની અંદર પૂર્વ દિશાના ખૂણા પર જાય છે. ત્યાં તેણે અદભુત પશુ-પક્ષી અને ફૂલો તેમજ ફળો વાળું સરસ મજાનું ઝાડ જોયું, આગળ જઈને જોયું તો ત્રણ કૂવા હતા આજુબાજુમાં નાના નાના અને વચ્ચે એક મોટો કુવો.

વચ્ચે વાળા મોટા કૂવામાં પાણી નો ઉફાણો પડે છે અને નાના બે ખાલી કૂવામાં તે પાણી ભરાઈ જાય છે. ત્યારબાદ બંને નાના કૂવામાં ઉફાણો આવે છે અને ખાલી પડેલ મોટા કુવાનું પાણી અધૂરું રહી જાય છે. ભીમા ઘણી વખત જુએ છે પરંતુ તેને સમજાતું નથી એટલે ફરી દરબાર પાસે આવી જાય છે.

દરબાને પૂછ્યું શું જોયું?

ભીમ – મે આવા વૃક્ષ છોડ પશુ-પક્ષી વગેરે જીવનમાં પહેલી વખત જોયા. એક વાત સમજાણી નહિ કે નાના કુવા પાણીથી ભરાઇ જાય છે પરંતુ મોટો કેમ નથી ભરાતો ?

દરબાને કહ્યું કે તમે શરત પ્રમાણે બંદી બની ગયા છો અને બંદીઘર માં બેસાડી દીધા.

ત્યારબાદ અર્જુનને આવીને કહ્યું કે તેને પણ મહેલ જોવો છે. તે પશ્ચિમ ના ખૂણે ગયો.

આગળ જતા અર્જુને એક ખેતર છે જેમાં બે પાક હતા. એક બાજુ બાજરાનો તો બીજી બાજુ મકાઈનો.

બાજરીના છોડવાથી મકાઈ નીકળી હતી અને મકાઈના છોડવાથી બાજરી નીકળી રહી હતી. આ વાત અર્જુનને ન સમજાણી.

દરબાર ને પૂછ્યું શું જોયું, તો અર્જુન બોલ્યો મહાશય બધું જોયું પરંતુ બાજરો અને મકાઈ ની વાત ન સમજાણી.

શનિદેવ કહ્યું શરત પ્રમાણે તમે બંદિ બનાવવામાં આવ્યા છો.

ત્યારબાદ નકુલ આવ્યો અને તેના પણ મહેલ જોવાની વાત કરી.

તેણે ઉત્તર દિશા બાજુ જઈને જોયું કે ઘણી બધી ગાયો ભુખ લાગવાને કારણે પોતાની વાછરડીઓ નું દૂધ પી રહી હતી. તેને કંઈ ન સમજાણું અને તે દ્વાર પર આવી ગયો.

શનિદેવ પૂછ્યું શું જોયું?

નકુલ બોલ્યો ગાય વાછરડીઓ નું દૂધ પીવે છે તેના સમજાણું તો તેને પણ બંદી બનાવવામાં આવ્યો.

સહદેવ આવીને બોલ્યો મારા મહેલ જોવો છે અને દક્ષિણ દિશા તરફ ગયો. ત્યાં તેણે એક સોનાની શિલા ચાંદીના સિક્કા પર ટકેલી જોઈ. આ શીલા ડોલી રહી હતી પરંતુ અડવાથી પડી નઇ. તે પાછો આવી ગયું અને આ શીલા ની વાત ન સમજાતા તેને પણ બંદી બનાવવામાં આવ્યો.

ચારે ભાઈઓ ઘણા સમયથી પાછા ન આવ્યા તો વિદેશ તેને ચિંતા થવા લાગી. તેઓ દ્રૌપદી સાથે મહેલમાં ગયા.

ભાઈઓ વિશે પૂછતા દરબારે કહ્યું કે તેઓ સરત અનુસાર બંદી બની ગયા છે.

યુધિષ્ઠિર બોલ્યા ભીમ તે શું જોયું?

ધીમે કુવા વિશે જણાવ્યું તો યુધિષ્ઠિરને કહ્યું કે આ કળિયુગમાં થવાનું છે. એક બાર બે દીકરા નું પેપર છે પરંતુ બે દીકરા મળીને એક બાપનું પેટ નહીં ભરે.

ભીમને છોડી દેવામાં આવ્યો.

અર્જુન ને પૂછ્યું તે શું જોયું?

તેણે ખેતર અને તેમાં ઉભેલા પાક વિશે જણાવ્યું.

યુધિષ્ઠિરે કહ્યું કે આપણ કળયુગમાં થવાની ઘટના છે. વન્સ પરિવર્તન એટલે કે બ્રાહ્મણના ઘરે સુંદર ની છોકરી અને સુંદર ના ઘરે વાણીયાની છોકરી ના લગ્ન થશે.

અર્જુન પણ છૂટી ગયો.

નકુલને પૂછવામાં આવ્યું કે તે શું જોયું તો તેને ગાયની વાત કરી.

ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે કળિયુગમાં પોતાની દીકરીના ઘરે પોતાનું જીવન વિતાવે છે અને દીકરી ના અનાજ ખાસે પરંતુ દીકરા સેવા નહીં કરે.

નકુલ પણ છૂટી ગયો.

સહદેવને પૂછવામાં આવ્યું તો તેણે સોનાની શીલા વિશે કહ્યું.

ત્યારે યુધિષ્ઠિરે બોલ્યા કે આ કળિયુગમાં પાપ ધર્મને દબાવતા રહેશે પરંતુ ધર્મ જીવતો રહેશે અને ખતમ નહીં થાય. આજના કળિયુગમાં બધી જ વાતો સાચી સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો

Be the first to comment on "યુધિષ્ઠિરે કળિયુગ વિશે કહી હતી આ વાતો- જે આજે પણ સાચી પડી રહી છે"

Leave a comment

Your email address will not be published.


*