Tulsi Upay: ધાર્મિક સાથે તુલસીનો છોડ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે તુલસીજીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન (Tulsi Upay) થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.તેમજ , તુલસીનો છોડ જ્યારે સુકાઈ જાય ત્યારે આપણે બીજો રોપી દેતા હોઈએ છીએ. આમ, તમે સુકાયેલા તુલસીની લાકડીથી આ ઉપાય કરો છો તો અનેક શુભ ફળ મળે છે. આ સાથે મા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે.
ઘણી વખત ઘરોમાં વાવેલા તુલસીના છોડની કેટલીક ડાળીઓ સુકાઈ જાય છે અને તૂટીને પડી જાય છે. ધાર્મિક નિષ્ણાતોના મતે તુલસીજીના સૂકા લાકડાથી કેટલાક ઉપાય કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો.
આ રીતે કરો ઉપાય
તુલસીજીની 7 સૂકી લાકડીઓ ભેગી કરો. હવે આ ગુચ્છાને ગંગાજળમાં બોળીને આખા ઘરમાં છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. તમને જણાવી દઈએ કે તુલસીજીના ગુચ્છને લાલ કપડામાં બાંધીને તમે તેને તિજોરીમાં પણ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
આ રીતે પ્રગટાવવો દીવો
વિષ્ણુ પુરાણ અનુસાર કારતક માસમાં ઘરમાં પૂજા સ્થાન પર અથવા મંદિરમાં સૂકા તુલસીના લાકડાથી દીવો પ્રગટાવવો મહત્વપૂર્ણ છે.તુલસીજીની સૂકી લાકડીઓથી દીવો પ્રગટાવવા માટે 7 સૂકી લાકડીઓ કાચા કપાસમાં બાંધીને વાટની જેમ ઘીથી ભરેલા માટીના દીવામાં મૂકીને પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી અથવા ત્રયોદશી તિથિએ સૂકા તુલસીના લાકડાનો દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને સંવાદિતા વધે છે.
સુકાયેલા તુલસીના છોડને ઘરમાં રાખવો અશુભ
જો તુલસી માં અંગે વાત કરવામાં આવે તો અનેક લોકો દરરોજ તુલસીની પૂજા કરતા હોય છે. આ માટે તુલસીના છોડની કાળજી રાખવી ખૂબ જરૂરી છે, નહીં તો એ સુકાઈ જાય છે. સુકાયેલા તુલસીના છોડને ઘરમાં રાખશો નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App