જો તમે સ્વાસ્થ્ય રહેવા માટે બનાના શેક પીતા હોવ તો તમારે જાણી લેવું જોઈએ કે તેનું સેવન તમને નુકસાન પણ કરી શકે છે. આયુર્વેદ અનુસાર કેળાના શેકનું સેવન બીમારીઓનું કારણ બની શકે છે. અલગ-અલગ કેળા અને દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક હોઈ છે. પરંતુ તેને શેકના રૂપમાં પીવાથી તમને ફાયદા નહીં પરંતુ નુકસાન થશે.
નિષ્ણાંતોના મતે સૌથી પહેલા દૂધ સાથે ક્યારેય પણ ફળોનું સેવન ન કરવું જોઈએ. દૂધ અને ફળોની પ્રકૃતિ અલગ છે. આ બંને શરીર માટે ફાયદાકારક છે, પરંતુ તેને એકસાથે લેવાથી શરીરમાં ઘણી બીમારીઓ થઈ શકે છે. જો તમે નિયમિતપણે કેળાનો શેક પીવો છો તો તેનાથી શરીરમાં દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. તેનાથી તમને ફાયદો નહી, પરંતુ તેનાથી વિપરીત નુકસાન થવા લાગે છે.
દરેક ફળમાં થોડી માત્રામાં સાઇટ્રિક એસિડ અથવા આવા એસિડ હોય છે. જેથી કેળા દૂધમાં ભેળવવામાં આવે ત્યારે દૂધ ફૂટે છે. કેળામાં કેટલાક કુદરતી રાસાયણિક તત્વો પણ હોય છે જે દૂધ સાથે પચી શકતા નથી. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
કેળાના શેકનું સેવન કરવાથી પેટમાં અપચોની સમસ્યા થઈ શકે છે. કબજિયાતની સમસ્યાથી ગેસ બની શકે છે. જો તમે કેળાના શેકનું નિયમિત સેવન કરો છો, તો ટ્રાઈગ્લિસરાઈડ અથવા કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે કેળા અને દૂધને મિક્સ કરીને શેક તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે શરીરમાં વાયુને દબાવવાનું કામ કરે છે. પેટમાં રહેલો ગેસ કે વાયુ શરીરમાંથી બહાર આવવાને બદલે લોહીની સાથે શરીરમાં વહેવા લાગે છે. તેનાથી દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે.
કેળા ખાધા પછી તરત જ દૂધ પીવું પણ નુકસાનકારક હોઈ શકે છે. પેટમાં પહોંચ્યા પછી, આ બંને વસ્તુઓ શેકની જેમ નુકસાન પહોંચાડે છે. પ્રકૃતિમાં, એકબીજાથી અલગ વસ્તુઓ જ્યારે પેટમાં પહોંચે છે ત્યારે પાચનતંત્રને ખલેલ પહોંચાડે છે. આનાથી પેટમાં અસ્વસ્થતા, ગેસ અથવા કબજિયાત થઈ શકે છે. કેળું ખાવાના 1 કલાક પછી દૂધ પીવો, ફાયદો થશે. આ પાચન માટે પણ સારું રહેશે. આ સાથે શરીરમાં એનર્જી લેવલ પણ જળવાઈ રહેશે. આ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ચયાપચયને વેગ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.