સુરત: ટ્રકચાલકે બાઈકને અડફટે લેતાં યુવાનનું થયું કરુણ મોત, રોષે ભરાયેલ લોકોએ ટ્રેલરમાં લગાવી આગ

હાલમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સુરત ગોડાદરા વિસ્તારમાં એક ટ્રેલરમાં આગ લગાવવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. જો કે, ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રેલરચાલક જીવ બચાવી ટ્રેલર રોડ બાજુએ ઉભું રાખી નીચે ઉતરીને ફરાર થઈ ગયો હતો. ભરબપોરે ટ્રેલરચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત થયું હતું. જેને કારણે ઉશ્કેરાયેલ લોકોએ ટ્રેલરમાં આગ લગાડી હોવાનું સામે આવી રહ્યું છે. 

ફાયર વિભાગ દ્વારા ટ્રેલરની આગ પર કાબૂ મેળવ્યો :
બર્નિગ ટ્રેલરને જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે, સ્થાનિક લોકોએ તાત્કાલિક આગની જાણ ફાયરને કરવામાં આવતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. કોઈ મોટી દુર્ઘટના બને એની પહેલાં જ ફાયરના જવાનોએ બર્નિંગ ટ્રેલર પર પાણીનો મારો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને લઈ ખુબ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ જતા પોલીસ પહોંચી ગઈ હતી.

સ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું :
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પહોંચી ગઈ હતી. આગની ઘટનાને લઈ ખુબ મોટી સંખ્યામાં એકત્ર થયેલી ભીડને વિખેરી હતી. હાલમાં સ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મૃતક બાઈક ચાલકનું નામ વિક્રમ બુલ્હે હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *