હાલમાં એક ઘટના સામે આવી રહી છે. ઘટનામાં બે વિદ્યાર્થીઓ સાથે કંઈક એવું બન્યું કે, બંનેનું તડપે તડપીને મોત(2 friends died) થયું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 12 માં અભ્યાસ કરતા બંને વિદ્યાર્થીઓનું શુક્રવારના રોજ ડેમમાં ડૂબી જવાના કારણે મોત(2 friends died) નીપજ્યું છે.ચાર મિત્રો શાળામાંથી બહાર ફરવા માટે ગયા હતા.
ચારેય મિત્રો ડેમ પાસે ફોટો પડાવવા માટે ગયા હતા. તે દરમિયાન ડેમના ઊંડાણમાં ફોટો પાડતી વખતે આ દુર્ઘટના તેઓની સાથે બની હતી અને બે વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ દેવેન્દ્ર શર્મા અને ઋષભ ધ્રુવ હતું. આ બંને ગઈકાલે પોતાના શાળાના મિત્રો સાથે બપોરના લગભગ એક બે વાગ્યાની આસપાસ હસદેવ નદીમાં ઉતર્યા હતા.
આ દરમિયાન 19 વર્ષનો દેવેન્દ્ર શર્મા અને 18 વર્ષનો ઋષભ ધ્રુવ બંને પાણીમાં થોડીક ઊંડાણમાં જઈને ફોટો પડાવી રહ્યા હતા. ઓમ ગુપ્તા નામનો વિદ્યાર્થી બંનેના ફોટો લઈ રહ્યો હતો. આ દરમિયાન દેવેન્દ્રનો પગ લપસે છે અને તે વહેતા પાણીમાં તણાવવા લાગે છે. તે દરમિયાન રૂષભ દેવેન્દ્રને તેને બચાવવાનો ખુબ પ્રયાસ કરે છે. પરંતુ પાણીના જોરદાર પ્રવાહના કારણે તે પણ પાણીમાં તણાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબી ગયેલા બંને યુવકોની શોધખોળ કરવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારે લગભગ સાંજના છ વાગ્યાની આસપાસ બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બંનેના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. હાલમાં તો પોલીસ મૃત્યુ પામેલા બંને યુવકોના મિત્રોની પૂછપરછ કરી રહે છે કે કેવી રીતે અને ક્યારે આ ઘટના બની. આજરોજ મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube