વાપી(Vapi): ગુજરાત(Gujarat)માં અવારનવાર લોકો નાહવા માટે જતા હોય છે. તે દરમિયાન કોઈ કારણોસર તેઓ પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજતા હોય છે. તેવામાં એક દુઃખત સમાચાર વાપીમાંથી સામે આવ્યા છે. વાપીના મોરાઇમાં રહેતા બે બાળકો(Two children) રમત રમતમાં તળાવમાં ન્હાવા પડ્યા(Bathed in the lake) હતા. તે દરમિયાન પાણીમાં ડૂબી(Submerged in water) ગયા હતા. તેથી તેઓનું મૃત્યુ થયું હતું. બીજા દિવસે ફાયર વિભાગની(Of the fire department) મદદથી તેઓની લાશ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ ટાઉન પોલીસે(Town police) અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, વાપીના મોરાઇ ગામમાં આવેલ સાંઇ શ્રદ્ધા રેસીડેન્સીના ઇ-વિંગના ફ્લેટ નં.102માં ધનજી શ્યામલાલ ગિરીનો પુત્ર પ્રિયમ્બધ જેમની ઉંમર 9 વર્ષની છે. તેમજ તેમના પાડોશમાં રહેતા મનોજ જગદીશ રાયનો પુત્ર અંશ જેની ઉંમર 9 વર્ષની છે. તે બંને સોસાયટીમાં રમતા રમતા ગામના તળાવ પાસે પહોંચી ગયા હતા. તે દરમિયાન તેઓ તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે કોઈ કારણસર ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ઘણો સમય વીતી ગયા બાદ જયારે બંને બાળક ઘરે પરત ન આવતા પરિવારે બંનેની શોધખોળ શરુ કરી હતી. છેવટે રાત્રે 9.30 વાગે ગ્રામજનો દ્વારા તળાવમાં ડૂબી ગયા અંગે જાણની જાણ પરિવારને કરી હતી. ત્યારબાદ બંને બાળકોના પરિજનો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. બંનેની લાશ વાપી ટાઉન ફાયર વિભાગે બહાર કાઢીને આ અંગે ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, મોરાઇ પ્રાથમિક શાળામાં ધોરણ-3માં પુત્ર અંશ અભ્યાસ કરતો હતો. ગુરૂવારે 9 વર્ષમાં પહેલી વાર તે ઘરમાં પૂજા કરી મને તિલક લગાવી પોતે જ ટિફિન ભરી સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. ત્યાંથી પરત આવી તે સોસાયટીના 5થી 6 બાળકો સાથે રમવા માટે તળાવ નજીકના મેદાનમાં ગયા હતા. તે દરમિયાન પ્રિયમ્બધ સાથે ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન ડૂબી જવાથી બંનેનું મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.