સુરત પોલીસ થઇ શર્મસાર- પોલીસ સ્ટેશન લઇ જવાને બદલે ખાનગી ઓફિસમાં લઇ જઈ માર્યો ઢોર માર

સુરત (ગુજરાત): હાલમાં સુરત (Surat) અડાજણ પોલીસ (Adajan police)માં કરિયાણાના વેપારી દિનેશ કાનજી દેવાશી (Dinesh Kanji Devashi) વિરુધ્ધ તેના ભાગીદાર મનીષ (Manish) દ્વારા 15 લાખનો કરિયાણાનો સામાન વેચી મારવાનો આરોપ મુકી અરજી આપવામાં આવી હતી. જેમાં વેપારીને અડાજણ પોલીસની 56 નંબરની પીસીઆર વાન(PCR van)માં 24મી તારીખે સાંજે ઊંચકી ગયા હતા. જોકે, પીસીઆરવાનમાં બેસાડી અડાજણ કેનાલ રોડ(Canal Road) પર પાર્ટી પ્લોટની ઓફિસમાં લઈ ગયા હતા.

બીજી તરફ વેપારીના પરિવારને જાણ થતા વેપારીના ભાઈ નિમેષ દેવશી દ્વારા વેપારીને મોબાઈલ પર ફોન કરવામાં આવ્યો હતો. તેઓને અડાજણ કેનાલ રોડ પર પાર્ટી પ્લોટ પાર્ટનરની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. નિમેષ દેવશીએ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મી સાથે ફોન પર વાત કરી હતી.

જેથી બંને પોલીસકર્મીઓ વેપારીને લઈને પોલીસ મથકે આવ્યા હતા. વેપારીને ભાગીદાર અને બે પોલીસકર્મીઓએ માર માર્યો હોવાનું જણાવ્યું હતું. વેપારી દ્વારા પરિવારજનો પોલીસ સ્ટેશને ગયા હોવાથી વેપારીને માર માર્યો હોવાની વાત પરિવારને કરવામાં આવી હતી. 

વેપારીને 108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. બીજી બાજુ વેપારી દિનેશના ભાઇ નિમેષે એવું પણ કહ્યું હતું કે, હોસ્પિટલમાં એક માણસે આવીને વેપારીને સમાધાન કરી લેવા માટે દબાણ કર્યું હતું. જોકે, આ માણસ પોલીસને હતો કે ભાગીદારનો તે હજી જાણવા મળ્યું નથી.

મળતી માહિતી મુજબ, શનિવારે વેપારી દિનેશ કાનજી દેવાશીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નાના ભાઈએ જણાવ્યું કે, આગામી દિવસોમાં વેપારી ફરિયાદ કરવા અડાજણ પોલીસ સ્ટેશને જશે. વેપારીને માર મારવાની ઘટનામાં ડીસીપી દ્વારા એસીપીને તપાસ સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *