Kutch Drugs News: સરહદી વિસ્તાર કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. 16 જુલાઈની મોડી સાંજે જખૌના દરિયાઈ વિસ્તારમાં BSF જવાનો(Kutch Drugs News) પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા હતા. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10 કરોડ આંકવામાં આવી રહી છે. છેલ્લા દોઢ મહિનામાં જખૌ વિસ્તારમાંથી 192 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે.
BSF સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દરિયાકાંઠે આવેલા ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે. કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ ડ્રગ્સના પેકેટ દરિયાના મોજામાં તણાઈ આવે છે.
બિનવારસી ગર્ગ્સ ઝડપાયું
ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયું હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણાં સમયથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળી આવે છે. ત્યારે ગઈકાલે સાંજે BSF જવાનોને બિન વારસી ડ્રગ્સ ના પેકેટ મળ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુ પરથી BSF જવાનોને બિન વારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કચ્છના દરિયાકાંઠેથી મંગળવારે સૂમસામ વિસ્તારોમાંથી પણ બિનવારસી ડ્રગ્સ મળી ચૂક્યું છે. આ બધાની વચ્ચે BSFની ટીમ પણ સતત એલર્ટ છે. આ તરફ ફરી એકવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.10 પેકેટ મળી આવ્યા હતા. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10 કરોડ આંકવામાં આવી રહી છે. છેલ્લા દોઢ મહિનામાં જખૌ વિસ્તારમાંથી 192 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. BSF સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ અગાઉ પણ અનેકવાર ડ્રગ્સ ઝડપાઇ ચૂક્યું છે
ડ્રગ્સ માફિયાઓ માછીમારી બોટમાં પેડલરો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે. દરિયામાં કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સીની બોટ જોઈ જાય તો આ પેડલરો આ માદક પદાર્થોના કોથળા દરિયામાં ફેંકી દે છે. ચરસ સહિતના માદક પદાર્થોને પેકિંગ એવી રીતે કરવામાં આવે છે કે, દરિયાના પાણીથી આ પેકેટને નુકશાન થતું નથી. દરિયો કોઈપણ વસ્તુ સમાવતો નથી એટલે દરિયાનાકાંઠે ફેંકી દે છે અને તે એજન્સીઓના હાથે લાગે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App