Drug syrup seized from Devbhoomi Dwarka: ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આર્યુવેદિક સીરપની આડમાં આલ્કોહોલ યુક્ત સીરપ બનાવવા અને વેચવાના આરોપમાં પંજાબના એક ફેક્ટરી માલિક સહિત ત્રણ અને આરોપીની ઘરપકડ કરી છે. ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી એલસીબી પોલીસે આયુર્વેદિક સીરપની ચારે 4000 બોટલ ભરેલો એક શંકાસ્પદ આઇસર ટ્રક કબજે કરી તપાસ હાથ ધરી હતી.(Drug syrup seized from Devbhoomi Dwarka)
પોલીસ તપાસ દરમિયાન, ટ્રકમાંથી કુલ 5.96 લાખની કિંમતનો સેલ્ફ જનરેટર આલ્કોહોલ યુક્ત સીરપનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસે પંજાબના ફેક્ટરી માલિક પંકજ ખોસલા અને દ્વારકામાં ખંભાળિયાના રહેવાસી ચિરાગ થોભાની અને અક્રમ બનવા, સુરેશ ભરવાડ તેમજ સિધ્ધરાજસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના ભાણવડી ગામ નજીકથી પોલીસે 6 ઓગસ્ટના રોજ ટ્રક કબજે કર્યા બાદ ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા જરૂરી કાર્યવાહી કરી, આ પ્રકારની આલ્કોહોલ યુક્ત પીણાંનું ઉત્પાદન કરતી અમદાવાદ સ્થિત ફેક્ટરી પર દરોડો પાડીને મોટી માત્રાનો અનઅધિકૃત હાલતનો જથ્થો સીઝ કર્યો હતો.
જે બાદ ગત 10 ઓગસ્ટના રોજ ખંભાળિયા નજીકના ભાણવારી ગામના પાટીયા પાસેથી ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી તથા ડી-સ્ટાફ દ્વારા નજીક અકરમ નજીર બાનવા નામના શખ્સની દુકાનમાં દરોડો પાડીને ત્યાંથી પણ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત દવાની આડમાં રાખવામાં આવેલો આલ્કોહોલ યુક્ત પીણાંની રૂપિયા 26.28 લાખની કિંમતનો 15,624 બોટલનો જથ્થો કબજે કર્યો હતો. આ શખ્સ દ્વારા પોતાના ભાગીદાર તરીકે ચિરાગ થોભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ત્રણેય આરોપીઓની વિધિવત રીતે ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં ફેક્ટરીએ ગુજરાત માટે સીરપની લગભગ બે લાખ બોટલનું ઉત્પાદન કર્યું હતું. SP એ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દર્શાવે છે કે ખોસલાએ વિતરક થોભાની મારફત છેલ્લા એક વર્ષમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવી આલ્કોહોલિક આયુર્વેદિક સીરપની લગભગ બે લાખ બોટલો વેચી હતી.
દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, “અમે પંજાબમાં ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા, અને ખોસલાની પૂછપરછ કર્યા પછી, અમને ખબર પડી કે તે ત્યાં એક્સાઇઝ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમો અને શરતોનો દુરુપયોગ કરી રહ્યો હતો. તે ઉમેરેલા આલ્કોહોલ સાથે આયુર્વેદિક સીરપનું ઉત્પાદન કરતો હતો અને ગુજરાતના બજારને નિશાન બનાવીને સ્વ-નિર્મિત આલ્કોહોલના નામે તેનું વેચાણ કરતો હતો.”
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ ગુજરાતમાં આલ્કોહોલિક સીરપ વેચીને પૈસા કમાતા હતા અને ગુજરાતમાં સામગ્રીના પરિવહન માટે બનાવટી GST નંબરો સાથે નકલી બિલો બનાવતા હતા. નારાયણી હર્બલ ફેક્ટરીના નામથી આરોપી પંકજ ખોસલાએ પંજાબ સરકારના નીતિ-નિયમો મુજબ અમુક ચોક્કસ પ્રકારની આયુર્વેદિક બનાવટ તૈયાર કરવા માટેના લાયસન્સ મેળવ્યા હતા. જેનો હેતુફેર કરી પોતે આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરી અને ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરી, મહત્તમ માત્રામાં આ પ્રકારની આલ્કોહોલ યુક્ત સીરપની બોટલોનું વેચાણ કરતો હોવાનું જાહેર થયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube