વાવાઝોડાએ ગુજરાતના આ જિલ્લામાં વેર્યો વિનાશ! 41 ગામોમાં અંધારપટ છવાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો

Published on: 6:48 pm, Thu, 1 June 23

Storm impact in 41 villages of Banaskantha: બનાસકાંઠા (Banaskantha) માં આવેલા ભારે વાવાઝોડા (storm) ના કારણે અમીરગઢ (Amirgarh) પંથકમાં 108 જેટલા વિજપોલ (Power pole) પડી ગયા છે. 108 જેટલા વિજપોલ પડી જતા અને ડેમજ થતાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો અને તેથી 41 ગામોમાં અંધારપટ છવાય ગયો હતો.

ત્યારે લાઈટ વગર લોકો અને પશુઓ માટે પીવાના પાણીની તકલીફ ઊભી થઇ હતી, ત્યાર બાદ ગ્રામજનો જનરેટ દ્વારા બોર ચાલુ કરી પાણી મેળવી રહ્યા છે, તો આકરા તાપમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્રણ દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કમોસમી વરસાદ અને ભારે પવન સાથેના વાવાઝોડાના કારણે ભારે તારાજી સર્જાય હતી. 

અમીરગઢ તાલુકામાં ભારે વાવાઝોડાના કારણે 108 થી વધુ વિજપોલ ધરાસાઈ થતા તેમજ ડેમજ થતાં વીજપુરવઠો ખોરવાતા અમીરગઢના 70 ગામો માંથી 41 ગામોમાં અંધારપટ છવાયો છે. આકરા તાપમાં ગ્રામીણ વિસ્તારોમાં લાઈટ ન હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે બીજી તરફ લાઈટ વગર પીવાના પાણીની તકલીફ સર્જાતા મહિલાઓ સહિત સ્થાનિકોની હાલત કફોડી બની છે. 

પશુઓ પાણી વગર મુશ્કેલીમાં મુકાય ગયા હતા, ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા પોતાના ખર્ચે જનરેટર લાવીને પાણીનો બોર શરૂ કરવામાં આવ્યો હતો. બોર શરૂ થતા ગામના સંપ ઉપર લગાવેલ નલ પર મહિલાઓ અને બાળકો પાણી ભરવા ઉમટી પડ્યા છે.

છેલ્લા ચાર દિવસથી અમીરગઢ પંથકના અનેક ગામોમાં વીજળી ન હોવાથી આ આકરા ઉનાળામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સાથે જ પાણીની સમસ્યા પણ સર્જાઇ છે. ત્યારે બીજી તરફ લાઈટ ન હોવાના કારણે માનપુરીયા ગામના દુકાનદારના ફ્રીજમાં પડેલ તમામ આઈસ્ક્રીમ ગળી જતા તમામ લોકોને મોટું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "વાવાઝોડાએ ગુજરાતના આ જિલ્લામાં વેર્યો વિનાશ! 41 ગામોમાં અંધારપટ છવાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો"

Leave a comment

Your email address will not be published.


*