હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ થોડા મહિના અગાઉ પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ સંબંધિત ડ્રગ્સ કેસની તપાસનો વ્યાપ સતત વધતો જાય છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આજે સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની NCB ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે.
આ આધારે કરવામાં આવશે પૂછપરછ :
NCBની પૂછપરછ સુશાંત કેસમાં એના ફાર્મ હાઉસમાં જઈને ડ્રગ્સને લઇને થશે. કેમ કે, સારા તથા શ્રદ્ધાનું નામ સુશાંતના ફાર્મ હાઉસનાં પૂર્વ કેર ટેકર રહીસ તથા બોટ મેન જગદીશે એમના નિવેદનમાં લીધુ હતુ. જેને લીધે NCBની મુંબઇ ટીમ બંનેની સાથે રિયા સંબંધિત કેસથી જોડાયેલ સવાલ કરશે.
આ બંનેની દિલ્હીની NITની ટીમ પણ બોલીવુડમાં ડ્રગ્સ મામલે પૂછપરછ કરવામાં આવશે. આની સાથે જ દિલ્હીની NIT દીપિકા પાદુકોણને કરિશ્માની સામે બેસાડી વર્ષ 2017ના ડ્રગ્સ ચેટને લઇને પૂછપરછ કરવાની છે. દીપિકા તથા કરિશ્માની પૂછપરછ NCB ગેસ્ટ હાઉસમાં થશે.
આજે સારા અલી ખાનને NCBની ટીમ જે પ્રશ્ન કરવાની છે, તે આ પ્રકારે છે :
શું તમે ડ્રગ્સ લીધા હતાં?
કોના કહેવા પર લીધા હતાં?
કોણે આપ્યા હતાં?
પેમેન્ટ કેવી રીતે કર્યું હતું?
શું તમે ક્યારેય રિયા પાસેથી ડ્રગ લીધા હતાં?
રિયાને તમે કેવી રીતે ઓળખો છો?
તમે રિયા ચક્રવર્તીને કેવી રીતે જાણો છો?
રૂઆ અને તમે ક્યારથી મિત્રો છો?
તમે તથા સુશાંત શું કોઈ હોલીડે ટ્રિપ પર સાથે ગયા હતા?
રિયાએ જણાવતાં કહ્યું હતું કે, તમે સુશાંતની સાથે ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ વખતે ડ્રગ્સ લઇ રહ્યા હતા?
શું તમે સુશાંતની સાથે પણ ડ્રગ્સ લેતા હતા?
શું તમે સુશાંતના ફાર્મ હાઉસ પર કોઈ પાર્ટીમાં સામેલ થયા હતા?
તેમાં કેમ અને કઇ સેલિબ્રિટી આવી હતી?
હૈંગ આઉટ વિલા એટલે કે પાવનામાં તમે કેટલી વાર ગયા છો?
શું આ રિસોર્ટમાં પણ ક્યારે કોઈ પાર્ટી થઈ હતી?
આ પાર્ટીમાં વીડ લેવામાં આવ્યું હતું?
તમે કરમજીત સિંહ આનંદને જાણો છો?
શું કરમજીતે ક્યારેય તમારા ઘરે કુરિયરથી કોઈ પાર્સલ મોકલ્યું હતું?
કેટલી વખત? પાર્સલમાં શું હતુ?
શું તમે કરમજીત સિંહ આનંદને ક્યારેય કોઈ પેમેન્ટ કર્યું? કેટલું તથા કયા માધ્યમથી?
આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી