Navasari Drugs News: રાજયમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ તેમજ ATS દ્વારા ડ્રગ્સના(Navasari Drugs News) દૂષણોને રોકવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. માહિતી અનુસાર આશરે 50 પેકેટ ડ્ર્ગ્સના મળી આવ્યા છે. એક પેકેટમાં 1180 ગ્રામ જેટલો જથ્થો છે. કુલ આવા 50 પેકેટ મળી આવતા જિલ્લા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહીતી અનુસાર નવસારી જિલ્લાના દરિયા કિનારે જથ્થાબંધ ડ્રગ્સ મળી આવતા નવસારી જિલ્લા તંત્ર દોડતું થયું છે. ત્યારે આ સાથે જ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સ ની તપાસમાં જોતરાઈ ગઈ છે. 60 કિલોના આ ડ્રગ્સની કિંમત 30 કરોડ 7 લાખ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ બિનવારસી હાલતમાં મળી આવેલા ડ્રગ્સની તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ જિલ્લા પોલીસના હાથે લાગ્યું છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયાના દરિયા કિનારે 50 પેકેટ અસિસ નામનું નાર્કોટિક ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ્સના પેકેટ અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયા કિનારે તણાઈ આવ્યા છે. પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
સુરત, વલસાડ બાદ હવે નવસારી જીલ્લામાં મોટા પાયે ડ્રગ્સ નો જથ્થો મળી આવતા સ્ટેટની એજન્સીઓ દોડતી થઈ છે. મળતી માહિતી અનુસાર સુરત, વલસાડ અને નવસારીમાં જે નાર્કોટિક ડ્રગ્સ મળી આવ્યાં છે તેમાં સામ્યતા જોવા મળી રહી છે. ડ્રગ મળવાની ઘટનામાં બિન વાર્ષિક હોવાના કારણે પોલીસ દિશા વિહીન બની છે અને પેડલરો તથા સ્થાનિક માછીમારોના સહયોગથી દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App