Drugs Seized From Porbandar: ગુજરાતના દરિયાકિનારે ફરી એકવાર ATS અને NCB ને મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતના દરિયા કિનારે વધુ એક ડ્રગ્સનો(Drugs Seized From Porbandar) જથ્થો ઝડપાયો છે. જેમાં ગુજરાતની દરિયાઈ સરહદમાંથી 480 કરોડના ડ્રગ્સનો જથ્થો અને 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.
કેવી રીતે મળી માહિતી
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે એજન્સીઓના ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર, 11 માર્ચ 24, સોમવારના રોજ અરબી સમુદ્રમાં વ્યૂહાત્મક રીતે તેના જહાજોને તૈનાત કર્યા હતા. ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને શંકાસ્પદ વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ પણ સોંપ્યું હતું. વ્યાપક શોધખોળ કર્યા પછી, ICG જહાજો, NCB અને ATS ગુજરાતની ટીમો સાથે, સ્થળ પર પહોંચ્યા અને અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી. ICG જહાજો દ્વારા શંકાસ્પદ બોટને પડકારવામાં આવતા, હોડીએ છળકપટથી દાવપેચ શરૂ કરી હતી, પરંતુ તેનો ચપળતાપૂર્વક પીછો કરી ICG જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પાડી હતી. બોર્ડિંગ ટીમે તરત જ પ્રારંભિક તપાસ અને તપાસ માટે જહાજને રવાના કર્યું હતું. ICG દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ATS ગુજરાત અને NCB સાથે સંયુક્ત રીતે રૂ. 3135 કરોડની કિંમતના 517 Kg નાર્કોટીક્સ જપ્ત કર્યું છે.
કેટલો જથ્થો મળી આવ્યો
રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે. જેના સાથે જ ડ્રગ્સ મોકલનાર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
Six Pakistanis were nabbed with a huge quantity of drugs in a joint operation of Gujarat ATS, Indian Coast Guard and NCB. Drugs worth Rs 480 crores were seized. They will be brought to Porbandar. Coast Guard, ATS and NCB together have seized drugs worth Rs 3,135 crores so far.
— ANI (@ANI) March 12, 2024
અગાઉ પણ મોટો જથ્થો મળ્યો હતો
નોંધનીય છેકે, અગાઉ કોસ્ટગાર્ડ, એટીએસ અને નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરોએ જોઈન્ટ ઓપરેશન કરીને અત્યાર સુધીમાં 3135 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં ઈન્ટલીજન્સના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી મધદરિયે જ પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી. જેમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
NCB, ગુજરાત ATS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓનું સંયુક્ત ઓપરેશન
ભારતીય દરિયાઈ સીમામાં દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB), ગુજરાત ATS અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3132 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોટમાં ત્રણ શકમંદો ચરસ અને અન્ય ડ્રગ્સ લઈને આવતા હતા. જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી ATSના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું. ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App