હત્યા તેમજ દુષ્કર્મના કેસો ખુબ જ વધતા જણાય છે. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) બારાબંકી જિલ્લામાં(Barabanki district) એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. મળેલી માહિતી મુજબ અહીં એક 19 વર્ષના છોકરાની લાશ ગટરમાંથી મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, તે ડ્રગ્સનો(Drugs) વ્યસની હતો. તેની તેના જ પિતાએ હત્યા કરી હતી. હત્યાના આરોપી પિતાનું કહેવું છે કે, તેનો પુત્ર તેની બહેનો પર ખરાબ નજર રાખતો હતો.
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં દેવા કોતવાલી વિસ્તારના રહેવાસી શિવરાજના પુત્ર શુભમ ઉર્ફે વિકાસ યાદવે તેની 8 વર્ષની બહેન સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્ય પછી તેના પિતાએ ઘણું સમજાવ્યું, પરંતુ તે ન માન્યો. તેથી ગુસ્સામાં પિતાએ તેનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. મળેલી માહિતી અનુસાર, હત્યા કર્યા બાદ લાશને ગટરમાં ફેંકી દીધી હતી. ગટરના કાદવમાં લાશને છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. આ બાબતનો ખુલાસો કરતાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.
મૃતકના પિતાએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, મૃતક શુભમ ડ્રગ્સનો વ્યસની હતો. શુભમ તેની બહેનો પર ખરાબ નજર રાખતો હતો જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. નશાની હાલતમાં મૃતકે તેની 8 વર્ષની બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેનાથી ગુસ્સે થઈને પિતા શિવરાજે શુભમનું ગળું દબાવી હત્યા કરી નાખી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.